ગુજરાતટોપ ન્યૂઝ

દારુડિયાઓ સામે કાર્યવાહીની માંગ કરનાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનેક વાર દારુના વેચાણ સામે કડક કાર્યવાહીની માગ કરી ચૂક્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા દારૂડિયાઓ સામે કાર્યવાહીની માંગણી કરનાર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોર દારૂ સાથે ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. ભાભરના અબાસણા ગામે LCB ના દરોડામાં રમેશ ઠાકોર અને પ્રહલાદ ઠાકોર દારૂ સાથે ઝડપાયા હતા. આ રમેશ નગાજી ઠાકોર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ છે.

ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂ સાથે પકડાયો

દારૂબંધી ઉપર અને જિલ્લા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠાવનાર ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી જેમાં રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર પીધેલી હાલમાં મળી આવ્યા હતા અને તેમની પાસેથી પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે બંનેની અટકાયત કરી ભાભર પોલીસ મથલે લાવી તેમની વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

ગેનીબેન-humdekhengenews

તાજેતરમાં દારૂડીયાઓ સામે કાર્યવાહીનું નિવેદન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનેકવાર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યા છે, અને અનેક વખત તેઓએ જનતા રેડ કરીને દારૂ વેચનારાઓને પકડાવ્યા છે, અઠવાડિયા અગાઉ જ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેકટરને દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું.અને દારૂના વેચાણ મામલે ગેનીબેને પોલીસ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા ત્યારે આવામાં ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ જ દારૂ સાથે ઝડપાતા બનાસકાંઠાનું વાતાવરણ ગરમાયું છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : જમીન ખેડવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત, વાતાવરણ તંગ

Back to top button