ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીએ સર્જ્યો ઇતિહાસ, કાવ્યા મારનની તાળીઓનો VIDEO વાયરલ

Vaibhav Suryavanshi created history:   ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલા હાઇ-સ્કોરિંગ મેચમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની ધમાકેદાર બેટિંગથી સૌનું દિલ જીતી લીધું હતું. ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.

આ વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં વૈભવ સૂર્યવંશીની માત્ર 29 બોલમાં રમાયેલી 97 રનની તોફાની ઇનિંગ્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોતાની ઇનિંગ્સ દરમિયાન વૈભવે મેદાનના દરેક ખૂણે શોટ્સ ફટકાર્યા અને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા. જો કે, તે માત્ર 3 રનથી શતક ચૂકી ગયો, જેને કારણે તે આઉટ થયા બાદ ખૂબ નિરાશ દેખાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વૈભવ સૂર્યવંશી જ્યારે શતક તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે IPL ઇતિહાસનું સૌથી ઝડપી સદી ફટકારશે. પરંતુ પ્રફુલ્લ હિંગેની બોલિંગમાં મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે થર્ડ મેન તરફ કેચ આપી દીધો. આઉટ થયા બાદ વૈભવ થોડો સમય પિચ પર જ ઉભો રહ્યો હતો અને તેના ચહેરા પર શતક ચૂકી જવાનો અફસોસ સ્પષ્ટ દેખાતો હતો.

આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન સ્ટેન્ડમાં બેઠી હતી અને વૈભવની શાનદાર ઇનિંગ્સને તાળીઓ પાડી સરાહી રહી હતી. કાવ્યા મારનનો આ રિએક્શન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેમની આ સ્પોર્ટ્સમેન સ્પિરિટની પ્રશંસા કરી રહ્યા છે.

માત્ર વિરોધી ટીમ જ નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સના ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ અને હેડ કોચ કુમાર સંગાકારાએ પણ ઉભા રહીને વૈભવનું સ્વાગત કર્યું હતું. સમગ્ર સ્ટેડિયમમાં યુવા ખેલાડી માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ IPL 2026ની સિઝનમાં અત્યાર સુધી કુલ 65 છગ્ગા ફટકાર્યા છે, જે IPLના એક જ સીઝનમાં કોઈ ખેલાડી દ્વારા લગાવવામાં આવેલા સૌથી વધુ છગ્ગાનો નવો રેકોર્ડ બની ગયો છે.

આ પણ વાંચો : IPLમાં ધમાલ મચાવનારા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની કેટલી છે નેટવર્ક, આંકડો જાણી ચોંકી જશો

Back to top button