ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા : M.S. યુનિવર્સિટીમાં દર વર્ષે એડમિશનમાં મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાતા વિદ્યાર્થીઓનું આંદોલન

  • યુનિવર્સિટી તંત્ર દ્વારા મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી
  • આ બાબતે સરકારી પરિપત્ર બતાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી
  • મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ચીમકી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક દર વર્ષે એડમિશન બાબતે સમસ્યા સર્જાય છે. કેમ જણાવતા હાલમાં યુનિ. તંત્ર દ્વારા કોમર્સ ફેકલ્ટીનું મેરીટ લીસ્ટ જાહેર નહીં કરતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કરીને જ્યાં સુધી મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે.

યુનિવર્સિટી તંત્ર દ્વારા મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી

ઉલ્લેખનીય છે કે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવા વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યા હતા. પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સુત્રોચાર સહિત મેરીટ લીસ્ટની માગ કરી હતી. લોબીમાં બેસીને વિદ્યાર્થીઓએ મેરીટ લિસ્ટ જાહેર નહીં કરવા બાબતે સૂત્રોચાર શરૂ કર્યો હતો.

આ બાબતે સરકારી પરિપત્ર બતાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી

યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં લિસ્ટ જાહેર કર્યા વિના એડમિશન આપવા બાબતે યુનિવર્સિટી તંત્ર દ્વારા જણાવ્યું હતું કે, સરકારી ગાઈડલાઈન મુજબ આ પ્રથા શરૂ કરાઇ છે. જોકે આ બાબતે સરકારી પરિપત્ર બતાવવા વિદ્યાર્થીઓએ માંગ કરી ત્યારે કોઈ યોગ્ય પ્રત્યુતર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો ન હતો. કોમર્સ ફેકલ્ટીમાં 90થી 95 ટકા જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે પરંતુ એસ.ટી., એસ.સી, ઓબીસી કેટેગરીનું મેરીટ લીસ્ટ યુનિવર્સિટી તંત્ર દ્વારા જાહેર કરવાની માગ વિદ્યાર્થીઓએ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ ગુજરાતી એજન્ટને 10 વર્ષની સજા

Back to top button