ગુજરાતટ્રેન્ડિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજ સ્મશાનના આધુનિક પુનર્વિકાસ માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ

Vadaj Crematorium: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વાડજ સ્મશાનના આધુનિક પુનર્વિકાસ માટે વિશાળ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી અડચણો, ગેરકાયદેસર દબાણો અને કાયદાકીય વિવાદો દૂર કરીને AMCએ જમીન પર કબજો મેળવી લીધો છે અને હવે સ્મશાનને સંપૂર્ણ આધુનિક સ્વરૂપ આપવા કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
મુખ્ય સુવિધાઓમાં વધારો
- જૂના સ્મશાનમાં 5 લાકડાની ભઠ્ઠીઓ હતી, જેને વધારીને હવે કુલ 11 લાકડાની ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે, જેમાંથી 5 ભઠ્ઠીઓ ઓક્ટોબર 2023થી કાર્યરત છે.
- અગાઉની 2 CNG ભઠ્ઠીઓ સામે હવે કુલ 6 CNG ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 2 ફેબ્રુઆરી 2023થી કાર્યરત છે.
- સંત અને નટની ભઠ્ઠી પણ નવી બનાવીને કાર્યરત કરવામાં આવી છે.
- ટોયલેટ બ્લોક, લાકડાનું સ્ટોરેજ અને ઇલેક્ટ્રિક પેનલ રૂમ જેવી મૂળભૂત સુવિધાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે.
- હાલમાં કમ્પાઉન્ડ વોલ અને સમગ્ર એરિયા ડેવલપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
AMCના જણાવ્યા મુજબ, તમામ કામગીરી પૂર્ણ થયા બાદ વાડજ સ્મશાન વધુ આધુનિક, સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર કેન્દ્ર બની જશે, જ્યાં નાગરિકોને સન્માનજનક અને વ્યવસ્થિત વાતાવરણ ઉપલબ્ધ થશે.
શહેરના મહત્વના જાહેર સ્થળોના આધુનિકીકરણની દિશામાં AMCનું આ પગલું એક મહત્વપૂર્ણ પ્રગતિરૂપ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: કાંકરિયા લેકફ્રન્ટ હવે સોમવારે પણ ખુલ્લું રહેશે, ઉનાળાની રજાઓમાં AMCનો મોટો નિર્ણય












