કાંકરિયા લેકફ્રન્ટ હવે સોમવારે પણ ખુલ્લું રહેશે, ઉનાળાની રજાઓમાં AMCનો મોટો નિર્ણય

Kankaria Lake front: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક આનંદદાયક નિર્ણય લીધો છે. આ વર્ષે કાંકરિયા લેકફ્રન્ટ અને તેની આસપાસની બધી રમત-ગમતની જગ્યાઓ સોમવારે પણ ખુલ્લી રહેશે.
સામાન્ય રીતે દર સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ બંધ રહે છે, પરંતુ ઉનાળાની રજાઓ દરમિયાન ખાસ વ્યવસ્થા હેઠળ આ નિયમમાં છૂટ આપવામાં આવી છે. તા. 27 એપ્રિલથી 8 જૂન સુધીના તમામ સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ, કિડ્સ સિટી, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, નગીનાવાડી અને બટરફ્લાય પાર્ક સહિતના તમામ આકર્ષણો જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.
આ નિર્ણયથી ખાસ કરીને બાળકો અને પરિવારજનોને ઉનાળાની રજાઓમાં વધુ સમય મનોરંજન અને ફરવા માટે મળશે. સોમવારના દિવસે પણ હવે લોકો કાંકરિયાની મુલાકાત લઈ શકશે. AMC દ્વારા નાગરિકોને આ સુવિધાનો પૂરતો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વંથલીમાં અકસ્માત બાદ ગ્રામજનોનો આક્રોશ, ડમ્પરને આગ લગાવી, અધિકારીઓ-પોલીસની મિલીભગતનો આરોપ












