ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અમેરિકી ટેરિફ ભારત માટે સુધારાનો અવસર, નિકાસ બજારોમાં કરવા પડશે ફેરફાર

નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2025: નીતિ આયોગના પૂર્વ સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યુ છે કે ભારતને અમેરિકાની ટેરિફને એક ચેતવણી તરીકે લેવી જોઇએ, જેથી તે સાહસિક અને એક પેઢીમાં એક વખત થનારા સુાદારાઓને લાગુ કરી શકે અને લાંબા ગાળાના વિકાસ માટે પોતાના નિકાસ બજારોમાં વિવિધતા લાવી શકે.

એક કાર્યક્રમમાં બોલતા કાંતે કહ્યુ હતુ કે આ ભારતની સદી છે અને મને ભરોસો છે કે ટ્રમ્પે આપણને સુધારાનો એક મોટો અવસર આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવામાં રશિયા પાસેથી ઓઇલની ખરીદી તે કોઇ મુદ્દો નથી. જો આમ હોય તો ચીન અને તૂર્કી પણ રશિયા પાસેથી આપણા કરતા વધુ ઓઇલની ખરીદી કરે છે.

પરંતુ વિટંબણા એ છે કે અમેરિકા રશિયા અને ચીન સાથે વાટાઘાટો કરી રહ્યું છે, જ્યારે ચીન જ રશિયન ઓઇલનો સૌથી મોટો ખરીદનાર છે. આપણે આ વૈશ્વિક પડકારોને નક્કર સુધારા માટે પ્રેરણા તરીકે લેવા જોઈએ.

તેમણે વૈશ્વિક સપ્લાય ચેઇન વિક્ષેપો અને ઉત્પાદન માળખાના ઝડપી વિસ્તરણનો સામનો કરવા માટે ભારતની વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કાંતે વિવિધ મંજૂરીઓ મેળવવામાં સ્ટાર્ટઅપ્સને પડતી સમસ્યાઓની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં સ્ટાર્ટઅપની નોંધણી કરવામાં છ મહિના લાગે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે બધુ જ ગુમાવ્યું, ભારત પર 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચા, જાણો વૈશ્વિક મીડિયાએ શું શું લખ્યુ?

Back to top button