ઈરાન-અમેરિકા તણાવ: ટ્રમ્પની અંતિમ ચેતવણી અને ઈરાનમાં હુમલાનો ભય, ઇઝરાયલે આપી ચેતવણી

US-Iran War Alert: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ઈરાનને આપવામાં આવેલી સમયમર્યાદા (Deadline) આજે પૂરી થઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન નિર્ધારિત સમયમાં સમજૂતી નહીં કરે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ખુલ્લું નહીં મૂકે, તો અમેરિકી સેના જવાબી કાર્યવાહી કરશે.
ઇઝરાયલે ઈરાની નાગરિકોને શું કહ્યું?
ઇઝરાયલી સેનાએ ફારસી ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈરાની નાગરિકોને સાવધ કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકો રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળે. આ ચેતવણીથી એવો સંકેત મળે છે કે ઇઝરાયલ હવે ઈરાનના રેલવે નેટવર્ક અથવા નવા વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે.
ઈરાનમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધની અસર
ઈરાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇન્ટરનેટ સેવાઓ ખોરવાયેલી છે, જેના કારણે સામાન્ય લોકો સુધી આ ચેતવણી પહોંચવી મુશ્કેલ છે. જોકે, વિદેશી સેટેલાઇટ ન્યૂઝ ચેનલો આ મેસેજને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
ખાડી દેશોમાં અસ્થિરતા અને કડક પગલાં
સાઉદી અરેબિયા: ઈરાનના મિસાઈલ હુમલા બાદ સાઉદીએ બહેરીન સાથે જોડતો એકમાત્ર રોડ માર્ગ બંધ કરી દીધો છે.
ઈરાનની તૈયારી: ઈરાની અધિકારીઓએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ પાવર પ્લાન્ટ્સની સુરક્ષા માટે ‘માનવ સાંકળ’ (Human Chain) બનાવે.
નિષ્ણાતોનો મત: આ પ્રકારની ચેતવણીઓ સામાન્ય રીતે મોટા લશ્કરી ઓપરેશન પહેલા આપવામાં આવતી હોય છે, જે સૂચવે છે કે ગલ્ફ વિસ્તારમાં ગંભીર અસ્થિરતા સર્જાઈ શકે છે.
આ પણ વાંચોઃ નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક ટ્રક ચાલકનું મોત, ટ્રકમાં ફસાયેલો બીજા ચાલક હોસ્પિટલમાં
આ પણ વાંચોઃ અડધી રાતે પત્નીની હત્યા કરી ખેતરમાં દાંટી દીધી, ઘરેલૂ ઝઘડામાં પતિએ ખૂની ખેલ ખેલ્યો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












