ગુજરાતટ્રેન્ડિંગ
નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક ટ્રક ચાલકનું મોત, ટ્રકમાં ફસાયેલો બીજા ચાલક હોસ્પિટલમાં

Gujarat News: વલસાડ જિલ્લામાંથી પસાર થતા નાસિક હાઇવે ઉપર કપરાડાના કુંભ ઘાટ ખાતે 2 ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે.
બીજા ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ 108ની મદદથી બહાર કાઢ્યો હતો અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ એર ઇન્ડિયામાં ભાડા વધારો: આજથી ફ્લાઇટ ટિકિટ થશે મોંઘી, જાણો નવા દર












