અમેરિકામાં આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 8.0ની તીવ્રતા નોંધાઈ

વોશિંગટન: સાઉથ અમેરિકામાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.0 માપવામાં આવી છે. ભૂકંપ આવવાથી જાનમાલના નુકસાનના હાલમાં કોઈ સમાચાર નથી મળ્યા.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભૂકંપના આ ઝટકા ડ્રેક પેસેઝના વિસ્તારમાં નોંધાયા છે. ડ્રેક પેસેઝ એક ઊંડો અને પહોળો સમુદ્રી માર્ગ છે, જે દક્ષિણી-પશ્ચિમી એટલાંટિક મહાસાગર અને દક્ષિણ-પૂર્વી પ્રશાંત મહાસાગરને જોડે છે.
EQ of M: 7.4, On: 22/08/2025 07:46:22 IST, Lat: 60.26 S, Long: 61.85 W, Depth: 36 Km, Location: Drake Passage.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/o5tQQ1wIa6— National Center for Seismology (@NCS_Earthquake) August 22, 2025
યૂએસજીએસ ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિમીની ઊંડાઈમાં નોંધાયો છે. અહીં ઉલ્લેખનિય છે કે ધરતીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટ્સ છે. આ પ્લેટ્સ સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે, અથડાય છે. એકબીજા પર ચડે છે અથવા તેમનાથી દૂર જાય છે, ત્યારે જમીન હલવા લાગે છે. તેને ભૂકંપ કહેવાય છે. ભૂકંપના માપવા માટે રિક્ટર સ્ટાઈલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નીટ્યૂડ સ્કેલ કહેવાય છે.
આ પણ વાંચો: એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારો ઝડપાયો, એન્કાઉન્ટરમાં ઘાયલ થતાં પકડાઈ ગયો












