IAS-IPS બનવાની રાહમાં આગલો પડાવ, UPSC Mains નું રિઝલ્ટ થયું જાહેર

UPSC Civil Services Mains Result 2026 Declared: UPSC દ્વારા ગુરુવારે સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2026 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં સફળ રહ્યા છે, તેઓ હવે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ઇન્ટરવ્યુની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઇન્ટરવ્યુ નવી દિલ્હીમાં શાહજહા રોડ સ્થિત ધોલપુર હાઉસ ખાતે આવેલા આયોગની ઓફિસમાં યોજાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા
આયોગ દ્વારા જણાવવામાં આવ્યું કે મુખ્ય પરીક્ષા 21 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. સિવિલ સેવા પરીક્ષા દર વર્ષે ત્રણ તબક્કામાં લેવાય છે:
-
પ્રથમ તબક્કો: પ્રિલિમિનરી પરીક્ષા
-
દિતીય તબક્કો: મુખ્ય પરીક્ષા (Mains)
-
ત્રીજો તબક્કો: ઇન્ટરવ્યુ (Personality Test)
આ પરીક્ષાના માધ્યમથી ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય અખિલ ભારતીય સેવાઓ માટે અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ‘કોંગ્રેસના નેતાઓ બોખલાઈ ગયા છે’, રાહુલ ગાંધી પર નિતિન ગડકરીએ કર્યા આકરા પ્રહાર
ઇન્ટરવ્યુ સમયે જરૂરી દસ્તાવેજો
ઇન્ટરવ્યુ વખતે ઉમેદવારોએ પોતાના અસલ (Original) દસ્તાવેજો ચકાસણી માટે રજૂ કરવા પડશે. જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત, જાતિ અથવા સમુદાય, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને દિવ્યાંગતાથી સંબંધિત સર્ટિફિકેટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત TA ફોર્મ જેવા અન્ય જરૂરી કાગળો પણ સાથે રાખવાના રહેશે.
-
અનામત વર્ગ માટે મહત્વની શરત: SC, ST, OBC, EWS, PwBD અને પૂર્વ સૈનિક કોટા હેઠળ અનામત કે છૂટછાટ ઈચ્છતા ઉમેદવારો માટે ખાસ શરત છે કે તેમના સર્ટિફિકેટ્સ 27 ફેબ્રુઆરી 2026 સુધીમાં જારી થયેલા હોવા જોઈએ, જે પ્રિલિમિનરી પરીક્ષાના અરજી કરવાની છેલ્લી તારીખ હતી.
ઈ-સમન લેટર અને સંપર્ક વિગતો
-
સમન ડાઉનલોડ: ઈ-સમન લેટર સમય આવ્યે upsc.gov.in અને upsconline.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોસ્ટ દ્વારા કોઈ પેપર સમન મોકલવામાં આવશે નહીં.
-
મદદ માટે હેલ્પલાઇન: જો કોઈ ઉમેદવારને ઈ-સમન ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે, તો તેઓ ફોન નંબર 011-40303444 અને 24041001 પર સંપર્ક કરી શકે છે અથવા [email protected] પર ઈમેલ મોકલી શકે છે.
આયોગના જણાવ્યા અનુસાર ઇન્ટરવ્યુની તારીખ અને સમય બદલવાની કોઈપણ માગણી પર સામાન્ય રીતે વિચાર કરવામાં આવશે નહીં. અંતિમ પરિણામ ઇન્ટરવ્યુ બાદ જાહેર કરવામાં આવશે અને તેના 15 દિવસની અંદર તમામ ઉમેદવારોની માર્કશીટ વેબસાઇટ પર મૂકવામાં આવશે, જે 30 દિવસ સુધી ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચોઃ ભારતે જાપાનને 4-1થી હરાવી સતત ત્રીજી અને કુલ છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો












