ટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં ફરી થયા નામકરણઃ સરકારે 5 સરકારી એન્જિનિયરિંગ કોલેજના બદલ્યા નામ

ઉત્તર પ્રદેશઃ 28 જૂન, 2025: UP Govt Rename Colleges Names: જિલ્લા અને રેલ્વે સ્ટેશનના નામ બદલ્યા બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે અનેક શિક્ષણ સંસ્થાઓના નામ પણ બદલી દીધા છે. આ સંબંધે શનિવારે (28 જૂન) સરકારે રાજ્યની પાંચ મોટી સરકારી એન્જિનિયરિંગ કોલેજના નામ બદલી દીધા છે. સરકારે આ નિર્ણય ટેક્નિકલ શિક્ષણની નવી ઓળખ આપવા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે. સરકારે એન્જિનિયરિંગ કોલેજના નામ બદલવાના પ્રસ્તાવને રાજ્યપાલ તેમજ કુલાધિપતિ આનંદીબહેન પટેલે મંજૂરી આપી દીધી છે.

રાજ્યપાલ પાસેથી મળી મંજૂરી

ઉત્તર પ્રદેશના પાંચ રાજકીય એન્જિનિયરિંગ કોલેજ એવા મહાપુરૂષ અને દેવી-દેવતાઓના નામથી ઓળખવામાં આવશે, જેણે દેશ અને સમાજમાં યોગદાન આપ્યું હતું. સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ-1 એ આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે, જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય હેઠળ, પ્રતાપગઢ, મિર્ઝાપુર, બસ્તી, ગોંડા અને મૈનપુરીમાં સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજોના નામ બદલવામાં આવ્યા છે.

કઈ કોલેજના નામ બદલાયા?

  • પ્રતાપગઢની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામથી ઓળખાશે. બાબા સાહેબને બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક માનવામાં આવે છે.
  • મિર્ઝાપુરની એન્જિનિયરિંગ કોલેજ હવેથી સમ્રાટ અશોકના નામથી ઓળખાશે, જેમણે સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મ અને શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો.
  • બસ્તીની એન્જિનિયરિંગ કોલેજ હવે ભારત રત્નથી સન્માનિત સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઓળખાશે, જેમને દેશની એકતાના શિલ્પી માનવામાં આવે છે.
  • ગોંડાની કોલેજનું નામ હવે માતા પટેશ્વરી દેવીના નામ પરથી રાખવામાં આવશે, જેમને ત્યાંની લોક શ્રદ્ધાની મુખ્ય દેવી માનવામાં આવે છે.
  • મૈનપુરીની એન્જિનિયરિંગ કોલેજ હવે લોકમાતા દેવી અહિલ્યા બાઈ હોલકરના નામથી ઓળખાશે, જેઓ તેમના ન્યાય અને જનસેવા સ્વભાવ માટે જાણીતા છે.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં પાંચ વાઘના મૃત્યુનું ખુલ્યું રહસ્ય? કારણ જાણીને પગ નીચેથી સરકી જશે જમીન

આ પણ વાંચોઃ પરાગ ત્યાગીની દુનિયા થઈ ‘ઉજ્જડ’, ભારે હૈયે પત્નીને આપી અંતિમ વિદાય

Back to top button