ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

…ત્યાં સુધી છોકરીઓ પર દુષ્કર્મ થતા રહેશે, છોકરાઓના સર કલમ થતા રહેશેઃ વેલેન્ટિના ગોમેઝ

ટેક્સાસ-અમેરિકા, 28 ઓગસ્ટ, 2025: Valentina Gomez “જો ઈસ્લામ નષ્ટ નહીં થાય તો છોકરીઓ પર દુષ્કર્મ થતા રહેશે અને છોકરાઓના સર કલમ થતા રહેશે.” આવું નિવેદન અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિપલ્બિકન પક્ષના એક મહિલા ઉમેદવારે કર્યું છે. ટેક્સાસમાં 2026ની મધ્યસત્ર ચૂંટણી માટે ઉમેદવારી કરી રહેલા વેલેન્ટિના ગોમેઝનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં તેઓ કુરાનને સળગાવતા આવું નિવેદન કરતા હોવાનું જોવા મળ્યું હતું. જોકે તેમના આ પગલા અંગે ભારે વિરોધ અને વિવાદ થતા તેમણે વીડિયો ડીલીટ કરી દીધો હતો.

મીડિયા અહેવાલ અનુસાર ગોમેઝ પુસ્તકની નકલ સળગાવતી વખતે “ઈસ્લામને નષ્ટ” કરવાના શપથ લેતા હોવાનું જોવા મળ્યું હતું. તેમણે આ વીડિયો અમેરિકી ચૂંટણી માટેના એક X હેન્ડલ ઉપર પોસ્ટ કર્યો હતો તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Gmailમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક, હેકર્સ પાસે 250 કરોડ યૂઝર્સનો પ્રાઈવેટ ડેટા

ટેક્સાસમાં 2026માં યોજનાર ચૂંટણી માટે વેલેન્ટિના ગોમેઝ 31મી કોન્ગ્રેશનલ ડિસ્ટ્રીક્ટ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. સ્થાનિક માધ્યમોના અહેવાલ અનુસાર ટેક્સાસની કુલ વસ્તીમાં મુસ્લિમ મતદારોની સંખ્યા એક ટકા છે. કહેવાય છે કે, વીડિયોમાં ગોમેઝ એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે, જો ઈસ્લામને કાયમ માટે નષ્ટ નહીં કરીએ તો તમારી દીકરીઓ પર દુષ્કર્મ થતા રહેશે અને તમારા દીકરાઓના સર કલમ થતા રહેશે.

અહેવાલ મુજબ, હવે ડીલીટ કરી દેવામાં આવેલા વીડિયોમાં ગોમેઝ એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે, અમેરિકા એક ઈસાઈ દેશ છે અને તેથી આ આતંકવાદી મુસલમાન 57 મુસ્લિમ દેશોમાંથી કોઈપણ દેશમાં જઈ શકે છે. આ પછી તેઓ એવું પણ બોલ્યા હોવાનું કહેવાય છે કે, પોતે ઈસુને માને છે અને પોતાની કામગીરી ચાલુ રાખશે. “હું એવા પુસ્તક સામે ઘૂંટણીએ નહીં પડું જે 7 ઓક્ટોબરના હત્યાકાંડ (ઈઝરાયેલ) માટે જવાબદાર હોય તથા જેને કારણે એબી ગેટ ઉપર 13 અમેરિકી સૈન્ય જવાનોના જીવ લીધા અને અમારી હત્યાની હાકલ કરી હતી” તેવું તેમણે કહ્યું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

ટ્રમ્પે બધું જ ગુમાવ્યું, ભારત પર 50 ટકા ટેરિફની દુનિયાભરમાં ચર્ચા, જાણો વૈશ્વિક મીડિયાએ શું શું લખ્યું?

Back to top button