ગુજરાતટ્રેન્ડિંગ

Umreth By-election Result: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારની મોટા માર્જિનથી જીત

Umreth By-Election Result: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં હર્ષદ પરમારએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી નોંધપાત્ર બહુમતી સાથે જીત મેળવી છે. ઉમરેઠ બેઠક પર થયેલી આ પેટાચૂંટણીમાં મતદાતાઓએ ભાજપના પક્ષમાં મજબૂત સમર્થન દર્શાવ્યું, જેના પરિણામે હર્ષદ પરમાર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતાં મોટા મતફેરથી વિજયી બન્યા. આ જીતને સ્થાનિક તેમજ રાજ્ય રાજકારણમાં ભાજપ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પક્ષની જનસમર્થન અને સંગઠન શક્તિનું પ્રતિબિંબ આપે છે.

ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઇ છે. ભાજપ ઉમેદવાર 30,500 મતથી જીત્યા છે. પિતા ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે. ઉલ્લેખનીય છે કે 23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું.

Umreth seat won bjp harshad parmar

ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા

આ બેઠક પર ભાજપે પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે. જોકે, બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે EVM સામે સવાલો ઉઠાવ્યા છે. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઉમરેઠ બેઠક પર આ વખતે કુલ 59.03 ટકા મતદાન (Voting Percentage) નોંધાયું હતું. મેદાનમાં કુલ 6 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય જંગ ભારતીય જનતા પાર્ટી (BJP) ના હર્ષદ પરમાર અને કોંગ્રેસ (Congress) ના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે હોવાનું મનાય છે. આ ઉપરાંત ભારતીય નેશનલ જનતા દળના મૌલિક શાહ અને ત્રણ અપક્ષ (Independent) ઉમેદવારો પણ મેદાનમાં છે. ભાજપ માટે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે કોંગ્રેસ પરિવર્તનની આશા રાખી રહી છે.

આ પણ વાંચો: Assembly Election Result 2026: 5 રાજ્યોમાં શરુઆતી વલણમાં કોણ આગળ, કોણ પાછળ જુઓ લેટેસ્ટ અપડેટ
Back to top button