બે આધેડ એક સગીર છોકરી પર એક વર્ષથી દુષ્કર્મ કરી રહ્યા હતા, ગર્ભવતી થઈ તો જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો

HD ન્યૂઝ, 25 જુલાઇ, 2025,: ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર છોકરી પર પહેલા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને બાદમાં તેને જીવતી દફનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના ઓડિશાના જગતસિંહપુરમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ ભાઈઓ છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ભાગ્યધર દાસ અને પંચાનન દાસ તરીકે કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બે આરોપીઓએ પહેલા છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને જીવતી દફનાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાસબારા ગામના ભાગ્યધર દાસ અને પંચાનન દાસ નામના બે ભાઈઓએ એક સગીર છોકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
ધરપકડ કરાયેલા બંને આરોપીઓ નજીકના એક મઠમાં કામ કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી છોકરીનું જાતીય શોષણ કરી રહ્યા હતા. આ ઘટનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીની શોધ ચાલી રહી છે. સગીર છોકરીનું જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી છે.છોકરીના પિતાએ કુજાંગ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.












