30 વર્ષની એક્ટ્રેસ આજીવન રહેશે કુંવારી! હત્યા-છૂટાછેડા જોઈને ડરી, માતા-પિતાએ કર્યા હતા જબરદસ્તી લગ્ન?

Kanchi Singh: ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ એક્ટ્રેસ કાંચી સિંહ પોતાની ક્યૂટ અને બબલી ઈમેજને કારણે ફેન્સની ખૂબ જ ફેવરિટ છે. નાનપણથી જ એક્ટિંગ કરનારી આ એક્ટ્રેસ અત્યારે ૩૦ વર્ષની થઈ ગઈ છે, પરંતુ તે લગ્નની સખત વિરુદ્ધ છે. તે શા માટે લગ્ન કરવાથી ગભરાય છે અને રિલેશનશિપથી દૂર રહેવા માંગે છે, તેનો મોટો ખુલાસો તેણે તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં કર્યો છે.
‘આજકાલ સંબંધો ટકતા નથી, લોકો મરી રહ્યા છે’
કાંચી સિંહે પોડકાસ્ટમાં જણાવ્યું કે તેને લગ્ન સંસ્થા પરથી ભરોસો ઉઠી ગયો છે. એક્ટ્રેસે કહ્યું, “હું આજકાલ ન્યૂઝ જોઈને ચોંકી જાઉં છું. આજકાલના સમયમાં સંબંધો બિલકુલ ટકતા નથી. ચારેય બાજુ લોકો મરી રહ્યા છે, તેથી હું અત્યારે લગ્ન કરવાની નથી. લગ્ન તો દૂરની વાત છે, અત્યારે હું કોઈ રિલેશનશિપમાં આવવા વિશે પણ વિચારી રહી નથી. એવું નથી કે હું ક્યારેય લગ્ન નહીં કરું, પરંતુ અત્યારે તો બિલકુલ જ નહીં.”
પેરેન્ટ્સ પણ લગ્ન માટે નથી કરતા ફોર્સ
કાંચીએ લગ્ન ન કરવાના પોતાના આ વિચાર વિશે પોતાના માતા-પિતા સાથે પણ ખુલીને વાત કરી છે. ખુશીની વાત એ છે કે તેના માતા-પિતા પણ આ નિર્ણયમાં દીકરીની સાથે છે અને તેને ક્યારેય લગ્ન માટે દબાણ કરતા નથી. કાંચીએ કહ્યું, “મારા પેરેન્ટ્સ ખૂબ જ કૂલ છે. તેઓ મારા લગ્નને લઈને કોઈ વાત નથી કરતા. મારા પેરેન્ટ્સ પોતે પણ નથી ઈચ્છતા કે હું લગ્ન કરું, કારણ કે હું તેમની જિંદગી છું. મારી મમ્મી ક્યારેય મજાકમાં કહે છે કે તેમને તો ‘ઘર જમાઈ’ જોઈએ. એટલે મારી જેમ તેમના મગજમાં પણ મારા લગ્નનો કોઈ વિચાર નથી.”
છેલ્લા 5 વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાતી હતી એક્ટ્રેસ
તમને જણાવી દઈએ કે કાંચી સિંહ છેલ્લા ૫ વર્ષથી એક ગંભીર માનસિક બીમારી સામે ઝઝૂમી રહી હતી. તે ઓસીડી (OCD – Obsessive Compulsive Disorder) નામની બીમારીથી પીડિત હતી. જોકે, હવે તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ચૂકી છે. કાંચી સિંહે છેલ્લે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં ગાયત્રી (ગાયુ) નું પાત્ર ભજવ્યું હતું. એક્ટ્રેસનું કહેવું છે કે જો કોઈ સારો પ્રોજેક્ટ મળશે તો તે ખૂબ જ જલ્દી સ્ક્રીન પર કમબેક કરશે, જેની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ લગ્નના ફેરા વખતે દુલ્હન હંમેશા દૂલ્હાની ડાબી બાજુ જ કેમ બેસે છે? જાણો તેની પાછળનું રહસ્ય
આ પણ વાંચોઃ હાઈકોર્ટે કચ્છની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી, DNA સેમ્પલ સાચવવા આદેશ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












