ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હવે યુરેનિયમ સંવર્ધન નહીં, ઇરાનને હથિયારો આપતા દેશો પર 50% ટેરિફ… યુદ્ધવિરામ પછી ટ્રમ્પનું નિવેદન

US Iran Ceasefire: સીઝફાયર પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઇરાનમાં સકારાત્મક સત્તા પરિવર્તન થયું છે. અમારી 15 શરતોમાંથી ઘણી શરતો પર ઇરાન સંમત થયું છે. તેમાંની કેટલીક પર પહેલેથી જ સહમતી થઈ ગઈ છે. યુરેનિયમ સંવર્ધન હવે હાથ ધરવામાં આવશે નહીં. અમેરિકા હવે ઇરાન સાથે મળીને કામ કરશે. સાથે સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ઈરાનને શસ્ત્રો સપ્લાય કરતા દેશો પર 50% ટેરિફ લાદશે.

ટ્રમ્પે આગળ જણાવ્યું કે અમે પરમાણુ અવશેષોને ખોદીને બહાર કાઢીશું. સાથે જ તેમણે કહ્યું કે ઇરાન સાથે ટેરિફ મુદ્દે ચર્ચા ચાલુ છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે જે પણ દેશ ઇરાનને હથિયારો સપ્લાય કરશે, તેના સામે અમેરિકા કડક કાર્યવાહી કરશે. આવા દેશોમાંથી અમેરિકા આવતી દરેક વસ્તુ પર 50 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેમાં કોઈને પણ કોઈ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

Trump....

આની અસર એવી થશે કે જો કોઈ દેશ પર આ ટેક્સ લાદવામાં આવે છે, તો ત્યાંથી અમેરિકા આવતી વસ્તુઓ મોંઘી થઈ જશે. વધુમાં, આનાથી વિશ્વના મોટા દેશો વચ્ચેના વેપાર સંબંધો પણ બગડી શકે છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં પહેલેથી જ ભારે તણાવ છે. તેથી વૈશ્વિક રાજકારણ વધુ ગરમાઈ શકે છે.

હવે યુરેનિયમ સંવર્ધન કરવામાં નહીં આવે

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે ઈરાનમાં યુરેનિયમનું સંવર્ધન નહીં કરે. અમે પરમાણુ અવશેષોને જમીનમાંથી ખોદીને બહાર કાઢીશું. તેમણે દાવો કર્યો કે ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર સેટેલાઇટ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને ત્યાં હજુ સુધી કોઈપણ વસ્તુ સાથે છેડછાડ કરવામાં આવી નથી. જો ઈરાન આ શરતો સાથે સંમત થાય છે, તો અમેરિકા તેની સાથે મળીને કામ કરશે. બદલામાં, ઈરાન પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો હળવા કરવામાં આવશે.

ટેરિફ અને પ્રતિબંધોમાં રાહત અંગે ચર્ચા ચાલુ

ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે હવે ટેરિફમાં ઘટાડા માટે ચર્ચા શરૂ થશે. ઇરાન પર લાગેલા કડક પ્રતિબંધોને કેવી રીતે દૂર કરવાના અને ટેરિફમાં કેટલો ઘટાડો કરવો તે અંગે વિચારણા ચાલી રહી છે. સમજૂતી માટે કુલ 15 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ થઈ ગઈ છે. જોકે આ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઇરાન સાથેની ચર્ચા ચાલુ રહેશે.

આ પણ વાંચો: ઈરાનના સર્વોચ્ચ નેતા સહિત 4,000 લોકોના મોત, 90,000 ઘરો તબાહ, જુઓ યુદ્ધની ટાઈમલાઈન

Back to top button