આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા, 108 પિત્તળના કળશ સાથે થશે આગમન

The grand procession of Lord Jagannath: આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વિશેષ પૂજન કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પ્રસંગે 108 પિત્તળના કલશ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ધાર્મિક માહોલ વચ્ચે ગંગા માતાનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને આકર્ષક વાગા પહેરાવવામાં આવશે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
માહિતી મુજબ ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળ સરસપુર ખાતે વિરાજમાન રહેશે. ભક્તોમાં આ ધાર્મિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : કોટક મહિન્દ્રા બેંકના CEO છોડશે પદ, શેર પર રોકાણકારોની નજર












