ગુજરાત

માર્ગ અકસ્માતમાં ઠાકોર સમાજના ત્રણ ગુજરાતીઓના રાજસ્થાનમાં મોત

બનાસકાંઠાના આવેલા મેરા ગામે રહેતા ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોત થતા ગામમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ યુવકોને રાજસ્થાનના ઉદેપુર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે, અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓનો સારવાર માટે નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

બનાવની મળતી માહિતી પ્રમાણે, ભાભર તાલુકાના મેરા ગામના અરવિંદજી ઠાકોર સહિત અન્ય ત્રણ લોકો રાજસ્થાનના ઉદેપુર ગયા હતા. ઉદેપુર હાઈવે પર પથ્થરો ભરીને જતા ટ્રકે કાબુ ગુમાવતા અન્ય ટ્રક સહિત 6 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રકમાં રહેલા મોટા પથ્થરો અનેક ગાડીઓ ઉપર પડતા એક મહિલા અને એક બાળકનું પથ્થર નીચે ગાડીમાં દબાઈ જવા પામ્યા હતા. આ અકસ્માતમાં ભાભરના 3 તો અન્ય કેટલાય લોકોના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઠાકોર સમાજના ત્રણ લોકોના અકસ્માતમાં મૃત્યું થયાના સમાચાર પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં પ્રસરતા લોકોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પીએમ બાદ આ તમામ લોકોના મૃતદેહને તેમના વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દુઃખદ વ્યક્ત કર્યું છે. તેઓએ જણાવ્યું કે, ઠાકોર અરવિંદજી વાલાજી મેરા, ઠાકોર વિક્રમજી બલવંતજી અબાસણા, ઠાકોર પ્રકાશજી રમેશજી ભીમબોરડી, ઉદયપુર નજીક થયેલ માર્ગ અકસ્માતમાં અવસાન પામેલ છે. આ અકસ્માતમાં ત્રણ યુવાનો ગુમાવવાનો આઘાત સમગ્ર સમાજ માટે અતિ દુઃખદ છે. ત્રણેય યુવાનોના પરિવારજનો પર અચાનક આવી પડેલી આફત સહન કરવાની શક્તિ પ્રભુ આપે અને અકસ્માતમાં અવસાન પામેલા યુવાનોને પ્રભુ શાંતિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.🙏 ઓમ્ શાંતિ, ઓમ્ શાંતિ 🙏

Back to top button