Google Mapsનું આ સેટિંગ તમારા ખિસ્સા પર કરશે અસર, પેટ્રોલ-ડિઝલનો ખર્ચ બચાવશે, આ રીતે કરો ઓન

Google Maps : સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે અને આવી સ્થિતિમાં દરેક કાર કે બાઇક ચાલક વિચારે છે કે વાહનની માઇલેજ કેવી રીતે વધારવી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તમારા ફોનમાં હાજર Google Mapsનું એક નાનકડું સેટિંગ ફીચર તમારા પોકેટ મની ઘટાડી શકે છે.
હકીકતમાં ગૂગલ મેપ્સમાં એક ખાસ વિકલ્પ આપવામાં આવ્યો છે જેને Fuel-efficient routed કહેવામાં આવે છે. આ ફિચર તમારા માટે માત્ર શોર્ટકટ રસ્તાઓ જ નથી શોધતો, પરંતુ એવા રસ્તાઓ પસંદ કરે છે જેમાં તમારી ગાડી ઓછું ઈંધણ ખર્ચ કરે છે. એટલે કે, માત્ર દૂરી જ નહીં, પરંતુ ઈંધણ બચત પણ તમારા રુટનો ભાગ બની ગયો છે. જ્યારે તમે ગૂગલ મેપ્સમાં ક્યાંય જવા માટે લોકેશન નાખો છો, તો એપ સામાન્ય રીતે ઝડપી અથવા સૌથી નાનો રસ્તો બતાવે છે. પરંતુ દરેક નાનો રસ્તો ઈંધણના પ્રમાણે બરાબર હોતો નથી.
ટ્રાફિક, બ્રેકૃ એક્સિલરેશન અથવા ચડાવ વધુ પેટ્રોલ કે ડિઝલ ખાય છે
ઘણી વખત નાના રસ્તામાં વધુ ટ્રાફિક, વધુ બ્રેકૃ એક્સિલરેશન અથવા ચડાવ હોય છે, જેનાથી ગાડી વધુ પેટ્રોલ કે ડિઝલ ખાય છે, આ જ એ સ્થાન છે જ્યાં ગૂગલ મેપ્સનું સેટિંગ કામ આવે છે. જો તમે આ ફિચર ઓન કરો છો, તો એપ તમને એવો રસ્તો બતાવશે જ્યાં ટ્રાફિક ઓછો હોય, ગાડી સરળ રીતે ચાલે અથવા વારે વારે બ્રેક લગાવવાની જરૂર ન પડે. સરળ ભાષામાં સમજીએ તો આ ફિચર તમારા ડ્રાઈવિંગને સપાટ બનાવવાના પ્રયત્નો કરે છે, કારણ કે, સ્મૂધ ડ્રાઈવિંગમાં જ સૌથી વધુ ઈંધણ બચે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ફિચર ઓન કરવો સૌથી સરળ છે. તમારે Google Maps ખોલીને પોતાની પ્રોફાઈલ અથવા સેટિંગ સેક્શનમાં જવું. ત્યાં Navigation settings માં જઈને Prefer fuel-efficient routes અથવા આ પ્રકારનો ઓપ્શન મળે છે. તેને ઓન કરતાની સાથે જ દરેક વખત રુટ પસંદ કરતા સમયે મેપ્સ તમને ઈંધણ બચાવવાના રસ્તા બતાવશે.
હવે તેને સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. માની લ્યો કે. તમારે ઓફિસ જવામાં રોજ 10 કિલોમીટરની સફર કરવી પડે છે. જો તમે સામાન્ય રસ્તો લ્યો છો તો ટ્રાફિકમાં ફસાવાના કારણે તમારી ગાડી વધુ ઈંધણ ખાય છે. પરંતુ જો તે રસ્તો થોડો લાંબો હોય પરંતુ ટ્રાફિક ઓછો હોય તો ગાડી રોકાણ વગર ચાલતી રહે છે, તો કુલ મળીને તમારા ઈંઘણનો ખર્ચ ઓછો આવી શકે છે. આ કામ ગૂગલ મેપ્સ તમારા માટે જાતે જ કરવા લાગે છે.
લાખો લોકો નેવિગેશન એપનો કરે છે ઉપયોગ
એટલું જ નહીં ફીચર અલગ-અલગ ગાડીઓના હિસાબથી કામ કરે છે. એટલે કે જો તમારી ગાડી પેટ્રોલ વાળી કે ડિઝલવાળી છે અથવા હાઈબ્રિડ છે, તો તેના હીસાબથી પણ સારા રૂટનો આપવાના પ્રયત્નો કરે છે. કારણ કે, દરેક એન્જિનનું ઈંધણ કંજમ્પશન અલગ હોય છે. આજના સમયમાં જ્યારે દરરોજ લાખો લોકો નેવિગેશન એપનો ઉપયોગ કરે છે, તો તે નાનો ફેરફાર મોટી અસર પાડી શકે છે. જો દરેક યૂઝર્સ થોડું-થોડું ઈંધણ બચાવે છે તો તેમના ખિસ્સા પર જ અસર નથી પડતી, પરંતુ પર્યાવરણને પણ ફાયદો થશે. ઓછા ઈંધણ ખર્ચનો મતલબ ઓછું પ્રદૂષણ.
સૌથી રસપ્રદ વાત એ છે કે, આ ફિચર પહેલાથી જ એપમાં હાજર છે, પરંતુ વધુ પડતા લોકો તેને ઓન કરતા નથી. એટલે કે, આપણે ફોનમાં હાજર એક એવા ટૂલને નજરઅંદાજ કરે છે જે દર મહિને હજારો રૂપિયા બચાવી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ: ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, પરિજનો ભાવુક થયા












