આ એ દિલજીત છે, જેને PM એ ‘ભારત કે ગાંવ કા બેટા’ કહ્યું હતું, એક્સ મેનેજરે કર્યો સિંગર-એક્ટરનો સપોર્ટ

- સોનાલીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, દિલજીત દોસાંઝ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર પણ એક સાંસ્કૃતિક પ્રતીક બની ગયા છે
HD ન્યુઝ ડેસ્કઃ પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ Diljit હાલમાં તેની ફિલ્મ સરદાર જી 3 ના કારણે વિવાદમાં ફસાયેલો છે. લોકોએ દિલજીતની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની હાજરી પર વાંધો ઉઠાવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોયીઝે જેપી દત્તાની ફિલ્મ બોર્ડર 2 માંથી દિલજીતને દૂર કરવાની માંગ કરી છે. ફેડરેશને ફિલ્મ sardaarji 3 ને સર્ટિફિકેટ ન આપવા પણ વિનંતી કરી છે. દિલજીત સામેના આ ગુસ્સા વચ્ચે તેની એક્સ મેનેજરે સિંગરનો બચાવ કર્યો છે.
દિલજીતની એક્સ મેનેજરે સિંગરનો સપોર્ટ કર્યો
દિલજીતની એક્સ મેનેજર સોનાલી સિંહે એક લાંબી નોટ શેર કરીને સિંગરનો બચાવ કર્યો છે. તેણે લખ્યું છે કે, “સરદારજી 3 એ કોઈ મોટા કોર્પોરેટ હાઉસ દ્વારા સમર્થિત ફિલ્મ નથી કે જે ભારે નુકસાન સહન કરી શકે. તે કોઈના જીવનની બચત છે અને તેના સંપૂર્ણપણે નાશ થવાનું જોખમ છે.
View this post on Instagram
સોનાલીએ શું કહ્યું?
સોનાલીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, દિલજીત દોસાંઝ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર પણ એક સાંસ્કૃતિક પ્રતીક બની ગયા છે. છતાં વારંવાર તેમને એક ગૌરવશાળી શીખ, એક પંજાબી અને એક કલાકાર તરીકે શંકાના દાયરામાં લાવવામાં આવ્યા છે જેમણે ગર્વથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. દિલજીત એ જ વ્યક્તિ છે જેમને માનનીય વડા પ્રધાન દ્વારા “ભારત કે ગાંવ કા બેટા” તરીકે સંબોધવામાં આવ્યા હતા, એક એવી ઓળખ, જેનું તેઓ ખરેખર પ્રતિનિધિત્વ કરે છે.
શું તેમનું દિલ નહીં તૂટતું હોય?
સોનાલીએ આગળ લખ્યું કે સૌથી દુઃખદ વાત એ છે કે વૈશ્વિક મીડિયા તેમને કોચેલામાં પરફોર્મ કરનારા પહેલા ભારતીય તરીકે, જીમી ફોલોન પર તેમની પરંપરાગત ઓળખ દર્શાવવા માટે અને મેટ ગાલામાં તેમની સંસ્કૃતિ દર્શાવવા માટે જાણે છે, પરંતુ આપણે આપણા પોતાના દેશમાં જ આ વાતો કેટલી ઝડપથી ભૂલી જઈએ છીએ. જ્યારે તે વિશ્વને ભારત બતાવે છે, ત્યારે આપણે તેનો ઉજવણી કરીએ છીએ, પરંતુ જેમ જેમ સમય બદલાય છે, તેમ તેમ આપણે તેમની ટીકા કરવાનું શરૂ કરીએ છીએ. શું આનાથી તેમનું દિલ નહીં તૂટતું હોય?
આ પણ વાંચોઃ CBFC એ કોઈ પણ કટ્સ વગર પાસ કરી કાજોલની ‘મા’, હવે 18 વર્ષના લોકો પણ જોઈ શકશે












