ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

પિતા ધર્મેન્દ્ર અને પુત્ર સની દેઓલ બંને સાથે ઈશ્ક લડાવી ચૂકી છે આ અભિનેત્રીઓ

  • ધર્મેન્દ્રએ 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે સની દેઓલે લગભગ 23 વર્ષ પછી 1983માં બેતાબથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

HD ન્યુઝ ડેસ્કઃ સની દેઓલ હજુ પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ડિસેમ્બર મહિનામાં તેમની ફિલ્મ એક્કીઝ રીલીઝ થવાની છે. ધર્મેન્દ્રએ 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે સની દેઓલે લગભગ 23 વર્ષ પછી 1983માં બેતાબથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે વિવિધ યુગની ઘણી અભિનેત્રીઓએ પિતા અને પુત્ર બંને સાથે સ્ક્રીન પર રોમાન્સ કર્યો છે. આમાંના કેટલાક કલાકારોની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

અભિનેત્રી શ્રીદેવીએ ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સની દેઓલ સાથે ચાલબાઝ, રામ-અવતાર, અને નિગાહેં જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે ધર્મેન્દ્ર સાથે નકબંદી અને જાની દોસ્ત જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

પિતા ધર્મેન્દ્ર અને પુત્ર સની દેઓલ બંને સાથે ઈશ્ક લડાવી ચૂકી છે આ અભિનેત્રીઓ hum dekhenge news

અમૃતા સિંહે 1983માં સની દેઓલની સામે ફિલ્મ બેતાબીમાં ડેબ્યૂ કર્યું હતું. છ વર્ષ પછી તેણે ફિલ્મ સચ્ચાઈ કી તકમાં ધર્મેન્દ્રની પત્નીની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રી જયા પ્રદા પણ તેમાંથી એક હતી. તેણે સની દેઓલ સાથે વીરતા ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે સનીના પિતા ધર્મેન્દ્ર સાથે મૈદાન-એ-જંગ, કુંદન, ગંગા તેરે દેશ મેં અને એલાન-એ-જંગ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

પૂનમ ઢિલ્લોનને સની દેઓલ તેમજ તેના પિતા ધર્મેન્દ્ર સાથે કામ કરવાની તક મળી હતી. પૂનમે સની દેઓલ સાથે સોહની મહિવાલ, સવેરે વાલી ગાડી અને સમુંદર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેણે ધર્મેન્દ્ર સાથે સોને પે સુહાગામાં પણ કામ કર્યું હતું.

ડિમ્પલ કાપડિયાએ ધર્મેન્દ્ર અને સની દેઓલ બંને સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ડિમ્પલ કાપડિયાએ ધર્મેન્દ્ર સાથે ઇન્સાનિયત કે દુશ્મન અને બટવારામાં પણ કામ કર્યું હતું. ડિમ્પલે સની દેઓલ સાથે ‘અર્જુન’, ‘મંઝિલ મંઝિલ’, ‘નરસિમ્હા’, ‘આગ કા ગોલા’ અને ‘ગુનાહ’ જેવી હિટ ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી હતી.

આ પણ વાંચોઃ અલવિદા ધર્મેન્દ્રઃ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી, અજય, કાજોલ સહિતની સેલિબ્રિટીઝે વ્યક્ત કર્યું દુઃખ

Back to top button