આતંકી લખવી જેલમાં હોવા છતાં બાપ કેવી રીતે બન્યો: ઓવૈસીએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી

અલ્જેરિયા, 01 જૂન 2025: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાના શંકાસ્પદ રેકોર્ડ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપવાની ઇસ્લામાબાદની વ્યૂહરચના દક્ષિણ એશિયામાં અસ્થિરતાને વેગ આપે છે. સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે અલ્જેરિયામાં ભારતીય સમુદાયને સંબોધતા, ઓવૈસીએ આતંકવાદમાં ઇસ્લામાબાદની સંડોવણીનું ઉદાહરણ પણ આપ્યું અને કહ્યું કે પાકિસ્તાનમાં સત્તાવાર રીતે જેલમાં બંધ એક આતંકવાદી પિતા બની ગયો.
જેલમાં રહેતા બાપ કેવી રીતે બની ગયો લખવી
ઓવૈસીએ પાકિસ્તાન દ્વારા જેલમાં બંધ આતંકવાદી ઝકીઉર રહમાન લખવી સાથે કરવામાં આવી રહેલા સ્પેશિયલ વ્યવહાર તરફ ઈશારો કર્યો અને કહ્યું કે, લખવી નામનો એક આતંકવાદી હતો, દુનિયાનો કઈ પણ દેશ આતંકવાદના આરોપનો સામનો કરી રહેલા આતંકવાદીને જેલમાંથી બહાર આવવાની પરવાનગી નથી આપતો, પણ તે જેલમાં બેઠા બેઠા એક દીકરાનો પિતા બની ગયો. જો કે, હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દેવામાં આવ્યું તો કેસ તરત આગળ વધી ગયો.
#WATCH | Algiers, Algeria | AIMIM chief and MP Asaduddin Owaisi says, “There was this one terrorist called Zakiur Rehman Lakhvi – no country in the world would allow a terrorist who’s facing a terror charge. He became a father to a son while sitting in prison. The trial… pic.twitter.com/Gd5whrzW13
— ANI (@ANI) May 31, 2025
પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવું જરૂરી છે
અસાદુદ્દીન ઓવૈસીએ આશા વ્યક્ત કરી કે જો પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવામાં આવે છે, તો ભારતમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થશે. ઓવૈસીએ ચેતવણી આપી હતી કે આ મુદ્દો હવે ફક્ત પ્રાદેશિક ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું, “આ ફક્ત દક્ષિણ એશિયાનો પ્રશ્ન નથી. આપણે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. શું થશે? શું તમે ઇચ્છો છો કે આ બધા હત્યાકાંડ દક્ષિણ એશિયાના વિવિધ ભાગોમાં ફેલાય.” તેમણે કહ્યું, “આતંકવાદના મુખ્ય પ્રાયોજક પાકિસ્તાનને કાબૂમાં રાખવું વિશ્વ શાંતિના હિતમાં છે. તેને FATF ગ્રે લિસ્ટમાં પાછું લાવવું પડશે.”
પીએમ મોદી ટૂંક સમયમાં અલ્જેરિયાની મુલાકાત લેશે: ઓવૈસી
આતંકવાદના મૂળ વિશે વાત કરતા તેમણે આગળ કહ્યું, “આતંકવાદ બે બાબતો પર ટકી રહે છે: વિચારધારા અને પૈસા. વિચારધારા, તમે સારી રીતે જાણો છો, તમે અંધકારમય દાયકા જોયો છે, દક્ષિણ અલ્જેરિયામાં પણ, તમને હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. અમે આ મુદ્દા પર સાથે છીએ. ભારત અને અલ્જેરિયા વચ્ચે વધતા સંબંધો તરફ ઈશારો કરતા ઓવૈસીએ કહ્યું, “આશા છે કે અમારા વડા પ્રધાન ખૂબ જ ટૂંક સમયમાં અલ્જેરિયાની મુલાકાત લેશે. આશા છે કે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લેશે. આ યોગ્ય દિશામાં ખૂબ જ સારું પગલું હશે.”












