ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ
પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો: આર્મી ચેકપોસ્ટ પર બોમ્બરે ખુદને ઉડાવ્યો, 5 બાળકો સહિત 18ના મોત

ઈસ્લામાબાદ, 07 માર્ચ 2026: પાકિસ્તાનમાં વધુ એક મોટો આતંકવાદી હુમલો થયો છે. એક આત્મઘાતી બોમ્બર તેની બાઇક સાથે પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ સાથે અથડાયો હતો. બાઇક અને ચેકપોસ્ટના ટુકડા થઈ ગયા હતા. આ હુમલામાં પાંચ બાળકો સહિત લગભગ 18 લોકો માર્યા ગયા હતા.
30 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તાર મીરાંશાહમાં ગઈકાલે સાંજે લગભગ 4:30 વાગ્યે આ હુમલો થયો હતો.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ જંગની વચ્ચે ભારતના લોકોને સૌથી મોટો ઝટકો, ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ 115 રુપિયાનો વધારો












