આખી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો આ એક ખેલાડી છવાયો, વિનિંગ શોટ મારીને છીનવી લીધી ટ્રોફી

રવિવારે દુબઈમાં ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું હતું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઈનિંગ રમી હતી પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો મળ્યો પરંતુ તે બોલ જ ભારતની જીત પર મહોર લગાવી ગયો. રિંકુ સિંહે વિનિંગ શોટ રમ્યો હતો.
પાકિસ્તાન સામેની ફાઈનલ મેચ રિંકુની ટુર્નામેન્ટની પહેલી મેચ હતી. તેણે હરિસ રઉફની છેલ્લી ઓવરના ચોથા બોલનો સામનો કર્યો હતો જે ટુર્નામેન્ટનો તેનો પહેલો બોલ હતો અને મિડ-ઓન પર બાઉન્ડ્રી ફટકારીને ભારતને નવમો એશિયા કપ ટાઈટલ અપાવ્યું હતું. રોમાંચક ફાઈનલ જીત પછી રિંકુ સિંહે કહ્યું કે, બીજું કંઈ મહત્ત્વનું નથી. એક બોલ મહત્ત્વનો છે. મને તે જ જોઈતો હતો અને મેં બાઉન્ડ્રી ફટકારી. બધાં જાણે છે કે હું ફિનિશર છું. ટીમ જીતી ગઈ અને હું ખૂબ ખુશ છું.
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહનું ફેવરિટ કોટ ‘God’s plan’ છે. જેથી રિંકુને આખા એશિયા કપ રમવાની તક ન મળે તો પણ જ્યારે ભારતીય ટીમ ટાઈટલ જીતે ત્યારે તે વિજેતા રન બનાવશે. ફાઈનલ પછી God’s planનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તે સાબિત થયું કે તમારે તમારા વારાની રાહ જોવી જોઈએ અને જો તમને ફક્ત એક જ બોલ રમવા માટે મળે તો પણ તમારે તે એક બોલને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.












