ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તહલકાના ફાઉન્ડર તરુણ તેજપાલ યૌન ઉત્પીડનના કેસમાં દોષિત, હાઈકોર્ટ આજે સજા ફટકારશે

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે તહેલકાના સ્થાપક તરુણ તેજપાલને 2013ના જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે 2021ના ગોવા ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો હતો જેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સજાની જાહેરાત બપોરે 2:30 વાગ્યે કરવામાં આવશે.

માપુસા સેશન્સ કોર્ટે 2021 માં તરુણ તેજપાલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ ગોવા સરકારે આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચમાં પડકાર્યો હતો.

ન્યાયાધીશ ડૉ. નીલા ગોખલે અને અમિત જામસાંડેકરની ડિવિઝન બેન્ચે તેજપાલને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f) અને 376(2)(k) તેમજ કલમ 354A અને 354B હેઠળ બળાત્કાર અને જાતીય સતામણીનો દોષી ઠેરવ્યો. હાઇકોર્ટે કહ્યું, “અમે ચુકાદો અને આદેશને રદ કરીએ છીએ અને તેજપાલને દોષિત ઠેરવીએ છીએ.”

આ પણ વાંચો: ગુજરાતમાં 85,000થી વધુ યૂનિટ લોહી કચરા પેટીમાં ફેંકી દેવું પડ્યું, જાણો આના માટે કોણ છે જવાબદાર

Back to top button