કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના આકાશમાં ‘સૂર્યકિરણ’નું શૌર્ય: 7 ડિસેમ્બરે યોજાશે દિલધડક એર શો!

રાજકોટ, તા. 19 નવેમ્બર, 2025: રાજકોટના લોકોને વર્ષના અંત પહેલા, એટલે કે 7 ડિસેમ્બરના રોજ એક અદભૂત અને સાહસિક હવાઈ પ્રદર્શન (એર શો) જોવાનો મોકો મળશે. આ એર શોમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા અને રોમાંચક સ્ટન્ટ રજૂ કરવામાં આવશે.

આ શોનો મુખ્ય હેતુ શું છે?
આ એર શોનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને ભારતની સશસ્ત્ર સેનાઓ (આર્મી, નેવી, એરફોર્સ)માં જોડાવવા માટે પ્રેરણા આપવાનો છે.

જાણો ‘સૂર્યકિરણ’ ટીમ વિશે
સ્થાપના: 1996માં ભારતીય વાયુસેનામાં આ એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના થઈ અને તેને ‘સૂર્યકિરણ’ નામ આપવામાં આવ્યું.

વિમાનો: ટીમે શરૂઆત HT-16 કિરણ ફાઈટર જેટથી કરી હતી. વર્ષ 2015માં તેમાં હૉક માર્ક M-132 જેટ વિમાન જોડાયું.

રેકોર્ડ: સૂર્યકિરણ ટીમ વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ભાગ છે, જેણે અત્યાર સુધીમાં 900થી વધુ વખત નવ-એરક્રાફ્ટ ફોર્મેશનનું પ્રદર્શન કર્યું છે. આ ટીમ દેશ-વિદેશમાં એર શોમાં ભાગ લે છે.

ટીમમાં કોણ હોય છે? 

સૂર્યકિરણ ટીમમાં કુલ 13 પાયલટ્સ હોય છે, જેમાંથી નવ ફાઇટર પાયલટ્સ એકસાથે ઉડાન ભરે છે. ટીમ માટે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે પાયલટ્સની પસંદગી થાય છે. આ તમામ પાયલટ્સ વિમાન ઉડાવવાનો સારો અનુભવ ધરાવતા લાયક ઉડાન પ્રશિક્ષક (Flight Instructor) હોય છે.

ગુજરાતમાં તાજેતરના પ્રદર્શનો
સૂર્યકિરણ ટીમે આ પહેલા પણ ગુજરાતમાં શૌર્ય બતાવ્યું છે:

  • કેવડિયા: 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી વખતે કેવડિયાના આકાશમાં ટીમે અદ્ભુત શૌર્ય પ્રદર્શન કર્યું હતું.
  • મહેસાણા: 26 દિવસ પહેલાં મહેસાણામાં પણ ઇતિહાસમાં પહેલીવાર ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો યોજાયો હતો, જ્યાં વિમાનોએ ચોકસાઈના રંગો આકાશમાં પાથરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
Back to top button