ટ્રેન્ડિંગમનોરંજન

અજય દેવગણના બર્થડે પર ફેન્સને સરપ્રાઈઝ, ‘મેદાન’નું દમદાર ટ્રેલર રીલીઝ

Text To Speech
  • અજય દેવગનના જન્મદિવસના ખાસ અવસર પર, નિર્માતાઓએ આજે ​​તેની મોસ્ટ અવેઈટેડ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ ‘મેદાન’નું દમદાર ટ્રેલર રીલીઝ કર્યું છે, જેને જોઈને ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના બમણી થઈ ગઈ છે.

2 એપ્રિલ, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગન 2 એપ્રિલે તેનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેના ચાહકો અને પ્રિયજનો તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ દરમિયાન, ‘સિંઘમ’ અભિનેતાએ પણ તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. અજય દેવગનના જન્મદિવસના ખાસ અવસર પર, નિર્માતાઓએ આજે ​​તેની મોસ્ટ અવેઈટેડ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ ‘મેદાન’નું દમદાર ટ્રેલર રીલીઝ કર્યું છે, જેને જોઈને ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના બમણી થઈ ગઈ છે. ફિલ્મમાં ભારતીય ફૂટબોલ ટીમના સુવર્ણ યુગની વાર્તા બતાવવામાં આવશે.

મેદાનનું ટ્રેલર છે પરફેક્ટ

ફિલ્મમાં અજય દેવગનના રસ્તામાં અનેક પડકારો આવે છે, પરંતુ તે ફૂટબોલની રમતને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરતો રહે છે. આ માટે તે દેશના ખૂણે-ખૂણેથી ખેલાડીઓને શોધીને તેમને ટીમમાં સામેલ કરે છે. ફિલ્મમાં, અજય પોતે એક ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળે છે. તે તમામ ખેલાડીઓને કોઈ પણ પોઝિશનમાં રમવાની તાલીમ આપે છે અને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. મેદાનનું આ ટ્રેલર પણ પહેલાના ટ્રેલર અને ટીઝર જેટલું જ પરફેક્ટ છે.

ફૂટબોલ લેજન્ડ પર આધારિત છે ફિલ્મ

‘મેદાન’ એક બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ છે જેમાં ભારતીય ફૂટબોલ રમતનો સુવર્ણ યુગ એટલે કે 1950 થી 1962ના દાયકાને દર્શાવાયો છે. ફિલ્મમાં, અજય દેવગન દિગ્ગજ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહેમાનની ભૂમિકામાં જોવા મળશે, જેમને તે સમયગાળા દરમિયાન ભારતીય ફૂટબોલ ટીમને મેળેલી સફળતાઓ માટે યાદ કરવામાં આવે છે. ‘મેદાન’ આ વર્ષે ઈદ પર 10 એપ્રિલ, 2024ના રોજ થિયેટર્સમાં રીલીઝ થશે.

અજય દેવગણ સિંઘમ અગેઈનમાં પણ જોવા મળશે

અજય દેવગણની તાજેતરની ફિલ્મ શૈતાને બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો. હવે અજય દેવગણ ‘ઓરો મેં કહાં દમ થા’, ‘સિંઘમ અગેઈન’, ‘રેડ-2’, ‘ગોલમાલ-5’, ‘દે દે પ્યાર દે-2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ ‘વીર સાવરકર’ હવે ઓટીટી પર ધમાલ મચાવશે, જાણો ક્યારે જોઈ શકશો?

Back to top button