ગુજરાતટોપ ન્યૂઝ

Surat: રેલવે સ્ટેશન પર બે જીવલેણ અકસ્માત ટળ્યા, મહિલા અને યુવકનો આબાદ બચાવ

Surat news: સુરતના રેલવે સ્ટેશન પર બે અલગ-અલગ દિવસોમાં બનેલી ગંભીર ઘટનાઓમાં રેલવે પોલીસની તાત્કાલિક કામગીરીને કારણે બે મુસાફરોના જીવ બચી ગયા હતા. ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમિયાન એક મહિલા અને એક યુવક સંતુલન ગુમાવીને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા, પરંતુ સમયસર રેસ્ક્યુ થતાં બંને સુરક્ષિત છે.

યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

આ ઘટના 3 એપ્રિલના રોજ સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બની હતી. અજમેર સ્પેશિયલ એક્સપ્રેસ જેવી જ ટ્રેન સ્ટેશન પરથી રવાના થવા જતી હતી ત્યારે એક યુવક ઝડપથી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું અને તે સીધો ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના ખાલી ભાગમાં પડી ગયો. આ દ્રશ્ય જોઈને આસપાસના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે તરત જ સ્થિતિને સમજીને તાત્કાલિક ટ્રેન રોકાવડાવી અને યુવકને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. બાદમાં તેને પ્રાથમિક મદદ આપી સુરક્ષિત રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહિલા મુસાફરનો સમયસર બચાવ

આ ઘટનાના એક દિવસ પહેલાં, 2 એપ્રિલના રોજ પણ આવી જ એક ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર 1 પરથી અમૃતસર જતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી. ચડવાના પ્રયાસ દરમિયાન તે સંતુલન ગુમાવી બેઠી અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ભાગમાં ફસાઈ ગઈ. પરંતુ ત્યાં હાજર રેલવે પોલીસકર્મીએ તરત જ દોડીને મહિલાને ખેંચી બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો હતો.

CCTVમાં કેદ દ્રશ્યો અને મુસાફરો માટે ચેતવણી

આ બંને ઘટનાઓ સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે રેલવેની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા દર્શાવે છે. બંને કેસમાં પોલીસની ઝડપી અને સતર્ક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટના મુસાફરો માટે મહત્વપૂર્ણ ચેતવણીરૂપ છે કે ક્યારેય પણ ચાલતી ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. થોડીક બેદરકારી પણ જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: પત્નીની અદલા-બદલીનો ખેલ, શહેરોમાં વધી રહ્યો છે Wife Sweapingનો ટ્રેન્ડ

 

 

 

Back to top button