ગુજરાતટ્રેન્ડિંગ

Surat: પોલિટિકલ સાયન્સની હોશિયાર વિદ્યાર્થિની ફી ભરવા કરતી હતી આવી પ્રવૃત્તિ, જાણીને ચોંકી જશો

સુરત, તા. 4 નવેમ્બર, 2025: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી એક હોટલમાં ચાલતા કૂટણખાનાનો મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગ્રાહક બનીને દરોડો પાડી દેહવ્યાપાર કરાવનારા એજન્ટ અને હોટલ-સંચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિમાંથી કુલ ચાર ભારતીય યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે, જેમાં એક 21 વર્ષની પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની પણ સામેલ છે.

આર્થિક મજબૂરીના કારણે દેહવ્યાપારના દલદલમાં ફસાઈ વિદ્યાર્થિની

રેસ્ક્યૂ કરાયેલી ચાર યુવતીઓ પૈકીની એક યુવતીની ઉંમર ફક્ત 21 વર્ષની છે અને તે નોઈડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થિની ગરીબ પરિવારમાંથી આવે છે અને પોતાના ભણતરનો ખર્ચ તથા ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી.મુક્ત કરાયેલી અન્ય ત્રણ મહિલાઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી. પોલીસે તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું.

પોલીસે ગ્રાહક બનીને રેડ કરી, ₹31,000નો મુદ્દામાલ જપ્ત
મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે રાંદેરના વી સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટલમાં રેડ કરી હતી. પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 3 મોબાઇલ, ₹11,000 રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹31,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દલાલ અને હોટલ-સંચાલકની ધરપકડ
આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.

  • રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ (દલાલ): જે હોટલમાં મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને પૈસા વસૂલીને આર્થિક લાભ મેળવતો હતો.
  • પીયૂષ લીલાભાઈ દેસાઈ (હોટલ સંચાલક): જે દલાલ દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટલના રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમનું ભાડું વસૂલ કરતો હતો.

પોલીસે આ બંને આરોપી વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે તેમને રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

Back to top button