ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશન માટે 10 પડોશીઓનું NOC પણ જોઈશે

સુરત, તા. 29 જૂન, 2025: ડાયમંડ સિટી સુરતમાં પાલતુ પ્રાણી પ્રેમી સમુદાય માટે એક મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એક વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે, જે મુજબ પાલતુ શ્વાનના માલિકોએ પોતાના શ્વાનની નોંધણી કરવા અને પાલતુ માલિકીનો પરવાનો મેળવવા માટે 10 પડોશીઓ અને સોસાયટીના પ્રમુખનું એનઓસી લેવું પડશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ નિયમને કારણે શ્વાન પ્રેમીઓ ભયભીત થઈ ગયા છે. આ નિયમ તેમના પાલતુ પ્રાણી રાખવાના અધિકારને પડોશીઓની મરજી પર આધારિત થઈ જશે. બીજી તરફ, SMC અધિકારીઓ 2008માં પસાર કરાયેલા નિયમનો બચાવ કરી રહ્યા છે, અને તેને કાનૂની વિવાદો સામે રક્ષણાત્મક પગલું ગણાવી રહ્યા છે. પડોશીઓની સંમતિ ઉપરાંત, માલિકોએ તેમના આધાર કાર્ડની નકલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ અથવા ભાડા કરારની નકલ, નોટરાઇઝ્ડ અન્ડરટેકિંગ, શ્વાનની તસવીર અને તેના રસીકરણના રેકોર્ડ સહિતના અનેક ડોક્યુમેંટ પણ આપવા પડશે.

આ નિયમ સામે વધતા વિરોધને કારણે SMC તેમાં થોડી છૂટછાટ આપે તેવી શક્યતા છે. SMCના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે નિયમ સામે વાંધો ઉઠાવતી કેટલીક રજૂઆતો જિલ્લા કલેક્ટર કચેરીને મોકલવામાં આવી છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, જો મોટાભાગના માલિકોને આમાં સમસ્યા હશે, તો કેટલાક ફેરફારો કરવામાં આવશે.”

સુરતીઓનું કહેવું છે કે આ નિયમમાં ફેરફાર કરવાની જરૂર છે. સુરતના પાલતુ શ્વાનના માલિકે જણાવ્યું કે, એનઓસીનો નિયમ પાયાવિહોણો અને અસામાન્ય આદેશ છે. તે પાલતુ નોંધણી પ્રક્રિયામાં એક મોટો અવરોધ છે. મોટાભાગના પાલતુ માલિકો જે શેરીના શ્વાનોને ખવડાવે છે તેમને પહેલાથી જ પડોશીઓની દુશ્મનાવટનો સામનો કરવો પડે છે. હવે આ જ પડોશીઓ આપણા પાલતુ પ્રાણીઓની કાનૂની સ્થિતિ પર વીટો પાવર ધરાવે છે. આ સંઘર્ષનું કારણ બનશે તેમ પણ એક વ્યક્તિએ જણાવ્યું હતું.

તાજેતરમાં અમદાવાદમાં એક રોટવેઇલર શ્વાન દ્વારા ચાર મહિનાના બાળકનું મૃત્યુ થયું હતું, જેના પગલે આ નિયમનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, સુરતના શ્વાન પ્રેમીઓ જાગૃતિ સત્રોનું આયોજન કરી રહ્યા છે અને આ પ્રતિબંધો સામે વિરોધ નોંધાવતા આવેદનપત્રો સુપરત કર્યા છે. SMC ના એક સૂત્રએ જણાવ્યું કે પાલતુ શ્વાનને કારણે સોસાયટીના રહીશો વચ્ચેના ઝઘડાઓ ઘણીવાર પોલીસ સુધી પહોંચે છે, જે પછી જો શ્વાન નોંધાયેલ ન હોય તો મ્યુનિસિપલ અધિકારીઓને તેમના નિવેદનો નોંધવા બોલાવે છે.

આ પણ વાંચોઃ પાવાગઢમાં કારમાંથી અમદાવાદના યુવક-યુવતીની લાશ મળી, યુવતી પરિણીત અને યુવક કુંવારો હતો

Back to top button