સુરત : પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ કરાશે, બ્લેક આઉટ માટે ઘર-ઓફિસની લાઈટ બંધ રાખવા અપીલ
- પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટ પણ એક સાથે બંધ કરી દેવામા આવશે
- લોકોને પણ પોતાના ઘરની લાઈટ બંધ રાખવા માટેની અપીલ
- કામ ધંધાના સ્થળે લાઈટ બંઘ રાખવા માટે અપીલ કરી
કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટ પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા છે આવી તણાવભરી સ્થિતિમાં યુધ્ધની શક્યતાને પગલે આજે બુધવારના રોજ સુરત સહિત દેશમાં અનેક જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. મોકડ્રીલ માટે જે સમય નક્કી કરવામા આવ્યો છે તે સમયે બ્લેક આઉટ કરવામાં આવશે.
પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટ પણ એક સાથે બંધ કરી દેવામા આવશે
સુરત પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટ પણ એક સાથે બંધ કરી દેવામા આવશે. આ ઉપરાંત પાલિકાની મિલકતમાં પણ લાઈટ બંધ થઈ જશે. જોકે, આનાથી લોકોને ગભરાવવા કે અફવા ન ફેલાવવાની અપીલ પાલિકાએ કરી છે તેની સાથે સાથે આ બ્લેક આઉટ સમય દરમિયાન લોકોને પણ પોતાના ઘરની લાઈટ બંધ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
કામ ધંધાના સ્થળે લાઈટ બંઘ રાખવા માટે અપીલ કરી
આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકા- પોલીસ અને કલેક્ટર કચેરી સાથે મળીને મોકડ્રીલ કરવામાં આવશે. સુરત શહેરમાં મોક ડ્રીલ સાથે બ્લેક આઉટ પણ કરવામા આવશે. આ બ્લેક આઉટ સમય જાહેર કરવામા આવ્યો છે તેમાં સુરત પાલિકા વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટ એક સાથે બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત પાલિકાના અનેક પ્રકલ્પોની લાઈટ પણ બંધ થઈ જશે. આ ઉપરાંત આ બ્લેક આઉટમાં લોકો પણ જોડાય તે માટે લોકોના ઘર અને કચેરી કે દુકાનના સ્થળોએ જાહેર કરેલા સમયે લાઈટ બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે. લાઈટ બંધ થઈ જશે ત્યારે પેનિક થવાનું નથી અને આ સમય દરમિયાન લોકોએ પોતાના ઘર અને કામ ધંધાના સ્થળે લાઈટ બંઘ રાખવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો: જૂનાગઢ : ઝાંઝરડા ચોકડી પાસે ગેસ લાઇન તૂટતા વિકરાળ આગ, 3 લોકોના મૃત્યુ












