ટ્રેન્ડિંગનેશનલ

રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તીવ્ર ચર્ચા: “કૂતરાના મનને કોણ વાંચી શકે?”

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રખડતા કૂતરાઓના મુદ્દા પર ફરી સુનાવણી શરૂ કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આજે આ મામલે કૂતરા પ્રેમીઓ અને કૂતરાઓને નફરત કરનારા બંનેની દલીલો સાંભળશે. રખડતા કૂતરાના મુદ્દા પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે છેલ્લા 20 દિવસમાં, રાજસ્થાનમાં બે ન્યાયાધીશો રખડતા પ્રાણીઓના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. ચર્ચા દરમિયાન, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કૂતરાઓ રસ્તા પર નથી હોતા, તો સુપ્રીમ કોર્ટ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે લાગે છે કે તમારી માહિતી જૂની છે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરો ક્યારે કરડી લે તે કહી ના શકાય. રખડતા કૂતરાઓ દ્વારા ઉભા થતા ખતરા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરો ક્યારે કરડવાના મૂડમાં હોય છે અને ક્યારે નથી હોતો તમે તેનુ દિમાગ વાંચી શકતા નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “આજે આપણે બધાને સાંભળીશું.”

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ દુર્ઘટના બાદ એક ન્યાયાધીશ હજુ સુધી સાજા થયા નથી. કોર્ટે કહ્યું કે તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ છે. આ ખૂબ જ ગંભીર મામલો છે. સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે તે આજે આ કેસમાં દરેકને વિગતવાર સાંભળશે. કૂતરા કરડવાથી પીડિતો, કૂતરા પ્રેમીઓ અને કૂતરાને નફરત કરનારાઓ બધાને. એસજી તુષાર મહેતાએ જવાબ આપ્યો, “કૂતરાઓનું પ્રતિનિધિત્વ કરનારા અને માનવોનું પ્રતિનિધિત્વ કરનારા બંનેને સાંભળો.”

ગેટેડ સોસાયટીઓમાં કૂતરાઓ પર ચર્ચા

કોર્ટને જાણ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોએ અગાઉના આદેશના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ જવાબ દાખલ કર્યો નથી. આના પર એસજી મહેતાએ કહ્યું કે શું ગેટેડ સોસાયટીઓમાં કૂતરા હોવા જોઈએ? શું આ માટે, એવી કોઈ જોગવાઈ હોવી જોઈએ કે RWA એ મતના આધારે નિર્ણય કરે? કારણ કે દરેક વ્યક્તિ પ્રાણી પ્રેમી છે, પણ આપણે માનવ પ્રેમી પણ છીએ. એક દિવસ, કોઈ ભેંસનુ દૂધ પીવા માટે ભેંસ લાવવા માંગશે. તો શું તે માન્ય છે? બીજાઓને સમસ્યા થશે.

સિબ્બલની દલીલ

કોર્ટે કહ્યું કે એવું નથી કે કૂતરા ખાલી કરડે જ છે, તેઓ લોકોનો પીછો પણ કરે છે અને આનાથી પણ અકસ્માતો થઈ શકે છે. કુતરાઓ રસ્તા પર દોડે છે તે પણ એક સમસ્યા છે, ખાસ કરીને એવા રસ્તાઓ પર, જ્યાં વાહનો ચાલે છે. આ ફક્ત કરડવાની વાત નથી. સિબ્બલે કહ્યું કે કૂતરાઓ રસ્તા પર નથી હોતા; તેઓ કમ્પાઉન્ડમાં હોય છે. કોર્ટે સિબ્બલને પૂછ્યું, “શું તમે સાચું કહો છો? તમારી માહિતી જૂની લાગે છે. બચાવ હંમેશા ઈલાજ કરતા સારો હોય છે. રસ્તાઓને સ્વચ્છ અને કૂતરાઓથી મુક્ત રાખવા જોઈએ. બની શકે કે તેઓ કરડે નહી, પરંતુ તેઓ હજુ પણ અકસ્માતોનું કારણ બને છે.”

આ પણ વાંચો: ભાજપે હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે હાથ મિલાવ્યો, વાંચો આખો મામલો

Back to top button