ટ્રેન્ડિંગનેશનલ

આ કેમ જરૂરી છે? કાંવડ માર્ગ પર QR કોડના આધેશ પર સુપ્રીમ કોર્ટની યોગી સરકારને નોટિસ

નવી દિલ્હીઃ 15 જુલાઈ, 2025: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રા રૂટ પર દુકાન અને રેસ્ટોરન્ટ સંચાલકોને આદેશ આપ્યો કે, તે ક્ચૂઆર કોડ લગાવે અને નામ પણ લખે. આ મામલે મંગળવારે (15 જુલાઈ) સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો કોર્ટે ઉત્તરાખંડઅને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને નોટિસ પાઠવી અને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આખરે તેની જરૂર છે?

22 જુલાઈએ થશે આગળની સુનાવણી

આ કેસની આગળની સુનાવણી 22 જુલાઈએ થશે. જસ્ટિસ એમ.એમ સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની પીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને શિક્ષણવિદ અપૂર્વાનંદ ઝા અથવા અન્ય દ્વારા દાખલ અરજી પર સુનાવણીની આગળની તારીખ નક્કી કરી છે.

ભેદભાવપૂર્ણ રીત

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા સમાન નિર્દેશો પર સ્ટે આપ્યો હતો, જેમાં કાવડ યાત્રા રૂટ પર સ્થિત ખાણીપીણીના સ્થળોને તેમના માલિકો, કર્મચારીઓના નામ અને અન્ય વિગતો દર્શાવવા કહેવામાં આવ્યું હતું. 25 જૂનના રોજ ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝને ટાંકીને અપૂર્વાનંદ ઝાએ કહ્યું કે, ‘નવા પગલાં કાવડ રૂટ સ્થિત તમામ ખાણીપીણીના સ્થળો માટે QR કોડ પ્રદર્શિત કરવાનું ફરજિયાત બનાવે છે, જે માલિકોના નામ અને ઓળખ જાહેર કરે છે. આ રીતે, ઓળખની તે જ ભેદભાવપૂર્ણ રીત વિશે વાત કરવામાં આવી રહી છે જેના પર અગાઉ આ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો.’

ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારનો નિર્દેશ, જેમાં દુકાન માલિકોને ‘કાનૂની લાયસન્સ આવશ્યકતાઓ’ હેઠળ ધાર્મિક અને જાતિ ઓળખ જાહેર કરવા કહે છે, તે દુકાન, ઢાબા અને રેસ્ટોરન્ટ માલિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનામાં શિવલિંગનો જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડિઓ ગંગા અને અન્ય નદીઓમાંથી પાણી લાવે છે. ઘણા ભક્તો આ મહિનામાં માંસાહારી ખોરાકનો ત્યાગ કરે છે. ઘણા લોકો ડુંગળી અને લસણ ધરાવતો ખોરાક પણ ખાતા નથી. પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગો અને કેટલાક અન્ય રાજ્યોમાં કાવડ યાત્રાનો ટ્રેન્ડ વધ્યો છે.

આ પણ વાંચોઃ ચોમાસામાં ખતરનાક બેક્ટેરિયાથી તમારી ત્વચાને કેવી રીતે બચાવશો? નિષ્ણાતો પાસેથી જાણો સરળ રીત

આ પણ વાંચોઃ ચોમાસામાં ખતરનાક બેક્ટેરિયાથી તમારી ત્વચાને કેવી રીતે બચાવશો? નિષ્ણાતો પાસેથી જાણો સરળ રીત

Back to top button