ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

સુપ્રીમ કોર્ટને મળશે 4 નવા ન્યાયાધીશો, જજોની સંખ્યા વધીને 37 થઈ, નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

judicial reform India: દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોના વધતા બોજને હળવો કરવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી તથા અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવાનો વટહુકમ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી કે રાષ્ટ્રપતિએ “સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ 2026” ને મંજૂરી આપી છે. આ નવા પગલા હેઠળ ‘સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) અધિનિયમ, 1956’માં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. ન્યાયાધીશોની આ વધારેલી સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)નો સમાવેશ થતો નથી, એટલે કે મુખ્ય ન્યાયાધીશને મળીને હવે સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 38 થઈ જશે.

કેન્દ્ર સરકારે આ નિર્ણય દેશની સૌથી મોટી અદાલતમાં પડતર કેસોના બોજને ઘટાડવા અને ન્યાયિક વ્યવસ્થામાં ઝડપ લાવવાના હેતુથી લીધો છે. ન્યાયાધીશોની સંખ્યા વધવાથી કેસોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનવાની અપેક્ષા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય મળી શકે.

આ પણ વાંચો: રશિયન તેલની સસ્તી ઓફર ખતમ! 16 મેની ડેડલાઇન બાદ ભારત ક્યાંથી લેશે કાચું તેલ?

Back to top button