ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, પાયલટનો વાંક કાઢવો કમનસીબી

22 સપ્ટેમ્બરે સુપ્રીમ કાર્ટે અમદાવાદ પ્લેન ક્રેશન મુદ્દે સુનાવણી હાથધરી હતી તે દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કાર્ટે એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ના ક્રેશ માટે પાયલટને જવાબદાર ઠેરવવાના આરોપને કમનસીબી ગણાવ્યો હતો.

આ દુર્ઘટનાની તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો હતો, જેમાં મીડિયાએ પાયલટને જવાબદાર ઠેરવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે.

ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025એ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતાં જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.

Back to top button