Oops મુમેન્ટનો શિકાર બની સની લિયોની, પતિએ મામલો સંભાળ્યો, જુઓ વીડિયો

- ફોટોશૂટ દરમિયાન સની લિયોનીએ અચાનક વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો હતો. વાયરલ વીડિયોમાં તેના નિપલ પેચ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ દિવા સની લિયોની હાલમાં સ્પ્લિટ્સવિલા 16 હોસ્ટ કરી રહી છે. તે 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. સનીએ આ કાર્યક્રમમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આ વખતે કારણ થોડું અલગ હતું. તેના પતિ ડેનિયલ વેબર સાથે આવેલી સનીએ પાપારાઝી માટે સ્ટાઈલિશ પોઝ આપ્યો. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સનીની Oops મોમેન્ટ
અભિનેત્રીને ઈવેન્ટમાં ઉફ્ફ મોમેન્ટનો Oops moment સામનો કરવો પડ્યો હતો. સનીએ ડીપ બ્રાઉન રંગનો ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યો હતો જે ડ્રામેટિક અને સોફેસ્ટિકેશનથી ભરપૂર હતો. ગાઉનમાં એક પ્લંજિંગ વી-નેકલાઇન હતી. તેણે ન્યૂનતમ પરંતુ આકર્ષક એક્સેસરીઝ પસંદ કરી હતી. નેકલાઈનને હાઈલાઈટ કરનાર લેયર્ડ નેકલેસ, સ્ટેટમેન્ટ ડ્રોપ ઇયરિંગ્સ અને રિંગ્સ જે ગ્લેમર ઉમેરે છે. તેના હેરને ચિક અપડૂમાં સ્ટાઇલ કરવામાં આવ્યા હતા. સની આત્મવિશ્વાસથી હસતી હતી અને ફોટોગ્રાફર્સ સાથે વાતો કરી રહી હતી, પરંતુ ફોટોશૂટ દરમિયાન તેને અચાનક વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો હતો. વાયરલ વીડિયોમાં સનીના નિપલ પેચ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા અને કદાચ તેણે શરૂઆતમાં તે ધ્યાનમાં લીધું ન હતું.
View this post on Instagram
ડેનિયલે ઈશારો કર્યો
ઈન્ટરનેટ યુઝર્સ ડેનિયલની પ્રતિક્રિયાથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. તેમણે સનીની ઉપ્સ મુમેન્ટ જોઈ અને સનીને એક ઈશારો કરીને એલર્ટ કરી. ત્યારબાદ સનીએ પોતાના આઉટફિટ એડજ્ટ કર્યા અને ખૂબ જ ગ્રેસપૂર્વક પરિસ્થિતિને સંભાળી
સનીએ અનેક ઈન્ટરવ્યુમાં તેના પતિ વિશે વાત કરી ચૂકી છે. સની કહે છે કે તેણે તેના જીવનમાં ઘણા મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. તેના પતિ ડેનિયલ આ મુશ્કેલ સમયમાં ઢાલની જેમ તેની સાથે ઉભા રહ્યા. મુંબઈના કાર્યક્રમમાં જે બન્યું અને ડેનિયલે જે રીતે તેને સંભાળ્યું તે ખરેખર પ્રશંસનીય છે. ડેનિયલનો તેની પત્ની પ્રત્યેનો આ જેસ્ચર જોઈને અંદાજ લગાવી શકાય છે કે સનીના તેના પતિ વિશેના શબ્દો એકદમ સાચા હતા. સની લિયોન ફિલ્મો, રિયાલિટી ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય છે. તે ઘણીવાર તેની ફેશન પસંદગીઓ અને જાહેર દેખાવને કારણે હેડલાઇન્સમાં રહે છે.












