Border 2 OTT Release: થિયેટર પછી ઓટીટી પર ધમાકો કરશે ‘બોર્ડર 2’, જાણો ક્યાં જોઈ શકાશે સની દેઓલની વોર-ડ્રામા ફિલ્મ
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2026: અનુરાગ સિંહના દિગ્દર્શનમાં બનેલી વોર ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સ્ટારર આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયે હવે 12 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ 300 કરોડના આંકડાને ખૂબ નજીક પહોંચી ગઈ છે.
છેલ્લા બે દિવસોમાં ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વીકએન્ડ પર ફરીથી કલેક્શનમાં ઉછાળો આવવાની શક્યતા છે. 12મા દિવસ સુધી ‘બોર્ડર 2’એ ભારતીય બોક્સ ઓફિસ પર 286 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એક તરફ જ્યાં ફિલ્મ થિયેટરોમાં હજી પણ ધૂમ મચાવી રહી છે, ત્યાં બીજી તરફ તેની ઓટીટી રિલીઝને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે.
‘બોર્ડર 2’ની ઓટીટી રિલીઝની ચર્ચા તેજ
સની દેઓલની ‘બોર્ડર 2’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ ગણતંત્ર દિવસ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને શરૂઆતથી જ થિયેટરો બહાર દર્શકોની ભીડ જોવા મળી હતી. હવે દર્શકો ફિલ્મની ડિજિટલ રિલીઝને લઈને સતત સવાલ કરી રહ્યા છે.
ડિજિટલ રાઇટ્સની વાત કરીએ તો ‘બોર્ડર 2’ના ઓટીટી રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે, જોકે હજી સુધી નિર્માતાઓ કે પ્લેટફોર્મ તરફથી ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
ક્યારે અને ક્યાં થઈ શકે છે ઓટીટી રિલીઝ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘બોર્ડર 2’ 20 માર્ચ 2026ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ શકે છે. જો આ અંદાજ સાચો ઠરે, તો દર્શકોને ફિલ્મની ઓટીટી રિલીઝ માટે હજુ આશરે દોઢ મહિના જેટલો સમય રાહ જોવી પડશે.
‘બોર્ડર 2’નું બોક્સ ઓફિસ પ્રદર્શન
બોક્સ ઓફિસ પર ‘બોર્ડર 2’એ શાનદાર શરૂઆત કરી હતી. ફિલ્મે ઓપનિંગ ડે પર જ 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વીકએન્ડ દરમિયાન ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને ચોથા દિવસે ફિલ્મે 59 કરોડનું ભારે-ભરખમ કલેક્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
હાલ સુધીમાં આ વોર ડ્રામા ફિલ્મ 286 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે તેની નજર 300 કરોડના મેગા ક્લબ પર ટકી છે.
સ્ટારકાસ્ટ
‘બોર્ડર 2’માં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, આન્યા સિંહ, મેધા રાણા અને સોનમ બાજવા જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે.
આ પણ વાંચો : Border 2 Box Office Day 13: બોર્ડર 2ની ગતિ યથાવત, શું 13મા દિવસે પાર કરશે 300 કરોડનો આંકડો?












