સુરતમાં બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાતથી ચકચાર: X પર ઈલોન મસ્કે ચિંતા વ્યક્ત કરી

Elon Musk expresses concern over X: સુરતના ડીંડોલી વિસ્તારમાં 6 માર્ચ, 2026ના રોજ બે કોલેજીયન બહેનપણીઓએ આપઘાત કર્યો, જેનાથી સમગ્ર વિસ્તાર અને સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ. ઘટનાનું સ્થળ નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં હતું. બંનેની પાસે એનેસ્થેસિયાના ઇન્જેક્શન અને દવાઓની બોટલ મળી આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, એનેસ્થેસિયાના ઓવરડોઝથી બંનેનું મોત થયું છે. પોલીસ અને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે બંને બહેનપણીઓએ મોબાઈલમાં ChatGPT પર ‘How to commit suicide’, ‘આત્મહત્યા કેવી રીતે કરવી’ અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે’ જેવા સર્ચ કર્યા હતા. આ પગલાં પહેલાં તેઓએ આત્મહત્યા સંબંધિત માહિતી ઓનલાઇન મેળવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
આ દુઃખદ ઘટનાએ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી. Xના માલિક અને વિશ્વના મોટા ઉદ્યોગપતિ Elon Muskએ આ ઘટનાને લઈને X પર ચિંતાજનક ટિપ્પણી કરી અને ‘Yikes’ લખી આઘાત વ્યક્ત કર્યો છે. મસ્કની આ ટિપ્પણી બાદ આ મુદ્દો ગ્લોબલ લેવલે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અમેરિકાના પોડકાસ્ટર અને ભૂતપૂર્વ સરકારી સલાહકાર કેટી મિલરે પણ આ મામલે X પર પોસ્ટ કરી, જેમાં કહ્યું કે ભારતના બે યુવતીોએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આપઘાત કર્યો. તેઓએ ChatGPT પર ‘આત્મહત્યા કેવી રીતે કરવી’, ‘આત્મહત્યા કેવી રીતે કરી શકાય’, અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે’ વિશે સર્ચ કર્યું હોવાનું કહેવાય છે. મહેરબાની કરીને તમારા પ્રિયજનોને ChatGPTનો ઉપયોગ કરવા ન દો. આ મામલે લોકોએ AI અને ટેકનોલોજીના દુરુપયોગ પર ગંભીર સવાલો ઉઠાવવા શરુ કર્યા છે. નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારની AI ટૂલ્સનો અનિયંત્રિત ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. સુરતની આ ઘટના એ ચેતવણીરૂપ છે કે ટેકનોલોજીના ખતરનાક ઉપયોગને રોકવા માટે મર્યાદાઓ જરૂરી છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને ટેક નિષ્ણાતોમાં એ વાત પર ચર્ચા તેજ બની છે કે શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કોઈ મર્યાદા હોવી જોઈએ? ખાસ કરીને જ્યારે તે માનવ જીવન માટે જોખમી સાબિત થાય. સુરતની આ ઘટના એ લાલબત્તી સમાન છે કે ટેકનોલોજીનો અનિયંત્રિત ઉપયોગ કેટલો ભયાનક હોઈ શકે છે.
6 માર્ચ, 2026એ સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બી.કોમની બે વિદ્યાર્થિનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે.












