Stocks to Watch Today: નવા ઓર્ડર અને ડીલથી ચમકી શકે છે આ કંપનીઓના શેર, જાણો વિગત

Stocks to Watch Today: ભારતીય શેરબજારમાં સોમવાર, 23 ફેબ્રુઆરીએ તેજીનો માહોલ રહ્યો હતો. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંક BSE સેન્સેક્સ 479.95 અંક વધી બંધ થયો હતો, જ્યારે Nifty 50 141.75 અંકની તેજી સાથે દિવસ પૂર્ણ કર્યો હતો. બજારમાં સકારાત્મક ટ્રેન્ડ બાદ આજે મંગળવાર, 24 ફેબ્રુઆરીએ કેટલીક કંપનીઓના શેરોમાં ખાસ હલચલ જોવા મળી શકે છે.
ચાલો જાણીએ કયા શેર પર રાખવી નજર:
NBCC (India) Limited
સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એનબીસીસીને ઓડિશાના કેઓંઝર સ્થિત ધરણીધર યુનિવર્સિટી તરફથી 76.27 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એકેડેમિક બ્લોક, હોસ્ટેલ બિલ્ડિંગ અને અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. સાથે માર્ગ અને આસપાસની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ પણ થશે. આ ઓર્ડર બાદ આજે કંપનીના શેરમાં સક્રિયતા વધવાની શક્યતા છે.
ભારતી એરટેલ
ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાની NBFC એકમ Airtel Money Limitedના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. કંપનીનો ઉદ્દેશ વધુ ગ્રાહકો અને બિઝનેસ સુધી લોન પહોંચાડીને દેશમાં ક્રેડિટ ગેપ ઘટાડવાનો છે. આવનારા વર્ષોમાં આશરે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે, જેમાં 70% હિસ્સો એરટેલનો રહેશે અને બાકી 30% પ્રમોટર ગ્રુપ ભારતી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ જાહેરાત બાદ શેરમાં હલચલ શક્ય છે.
Lupin Limited
ફાર્મા ક્ષેત્રની કંપની લુપિન લિમિટેડને તેની બાયોસિમિલર આંખોની દવા ‘રેનલુસ્પેક’ માટે યુરોપિયન માર્કેટમાં વેચાણની મંજૂરી મળી છે. યુરોપિયન કમિશનની મંજૂરી મળ્યા બાદ કંપનીના શેર આજે રોકાણકારોની નજરમાં રહી શકે છે.
Waaree Energies Limited
વારે એનર્જીઝની સહાયક કંપની Waaree Clean Energy Solutionsએ ZFI સાથે ઉત્તર પ્રદેશમાં 2.5 મેગાવોટ ઇલેક્ટ્રોલાઈઝર પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ ડીલ કરવામાં આવી છે. આ અપડેટ બાદ આજે કંપનીના શેરમાં ચળવળ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો : Gold Silver Rate Today: સોના અને ચાંદીના ભાવ ધડામ થયા, ચેક કરી લો લેટેસ્ટ રેટ












