ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ તૂટયો, નિફ્ટીને આંચકો

Text To Speech
  • લાખો રોકાણકારો શેરબજાર પાસેથી મોટી અપેક્ષાઓ રાખીને બેઠા હતા, પરંતુ થયું તેનાથી વિપરીત

વી દિલ્હી, 4 જૂન: દેશભરના લોકોની સાથે સ્થાનિક શેરબજાર પણ આજે 4 જૂનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. કોની સરકાર બનશે? આ ટ્રેન્ડ મુજબ આજે મંગળવારે શેરબજારમાં હલચલ જોવા મળશે તેવી ધારણા હતી. પરંતુ મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે.  સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ તૂટીને ખૂલ્યો હતો જ્યારે  નિફ્ટી રેકોર્ડ સ્તરેથી સરકી ગઈ હતી. જેથી આવું લાગી રહ્યું છે કે રોકાણકારોને ચાલી રહેલી મતગણતરીના પરિણામો માફક આવ્યા નથી. લાખો રોકાણકારો આજે શેરબજાર પાસેથી મોટી અપેક્ષાઓ ધરાવતા હતા. પરંતુ શેરબજાર વિપરીત દિશામાં આગળ વધ્યું હતું.

સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ તૂટયો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ ઘટીને 76,285.78 ના સ્તરે ખુલ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 500 થી વધુ પોઈન્ટ ઘટીને 23,179.50 પર ખુલ્યો હતો.

બધાની નજર મતગણતરીના પરિણામો પર 

દરેકની નજર મતગણતરીના પરિણામો પર છે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામ 2024ના ટ્રેન્ડ સવારે 8 વાગ્યાથી આવવા લાગ્યા છે. બજાર ખૂલે તે પહેલાના શરૂઆતી વલણોમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપને લીડ મળતી જોવા મળી છે. જેને પગલે શૅરબજારમાં પ્રી-ઓપનિંગ સેશનમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી પ્રી-માર્કેટમાં ઘટાડા સાથે ખુલ્યા છે.

આ પણ જુઓ: ચૂંટણી પરિણામ: બાડમેર બેઠક પર રવિન્દ્ર સિંહ ભાટી કરશે કમાલ કે ચૌધરીનું ફરી ખીલશે કમળ?

Back to top button