ટોપ ન્યૂઝબિઝનેસ

Stock Market Today: શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યો જ્યારે નિફ્ટી 23700ને પાર

Stock Market Today:    દેશના ઘરેલુ શેરબજારમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો છે. મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. રોકાણકારોમાં પોઝિટીવ માહોલ બનતા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો.

પ્રારંભિક કારોબારમાં BSE સેન્સેક્સ 362.21 અંકના વધારા સાથે 75,677.25ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી પણ 91.46 અંક મજબૂત બની 23,741.40ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારમાં ખાસ કરીને IT અને પેઇન્ટ સેક્ટરના શેરોમાં સારો ઉછાળો નોંધાયો હતો.

Infosys અને Asian Paintsના શેરમાં તેજી

શરૂઆતના કારોબારમાં Infosys અને Asian Paints ના શેરોમાં અંદાજે 2-2 ટકાનો વધારો નોંધાયો હતો. રોકાણકારોએ આ બંને કંપનીઓમાં જોરદાર ખરીદી દર્શાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રૂપિયો ફરી નબળો પડ્યો

શેરબજારમાં તેજી વચ્ચે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયા 18 પૈસા ઘટીને 96.38 પ્રતિ ડોલર પર પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીના કારણે રૂપિયામાં દબાણ જોવા મળ્યું હતું.

અગાઉના સત્રમાં પણ લીલા નિશાન પર બંધ થયું બજાર

સોમવારે પણ શરૂઆતમાં ભારે દબાણ બાદ ભારતીય શેરબજાર અંતે લીલા નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 77.05 અંકના વધારા સાથે 75,315.04 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 6.45 અંક ચડી 23,649.95 પર સમાપ્ત થયો હતો.

Airtelમાં તેજી, Tata Steelમાં ઘટાડો

સોમવારના ટ્રેડિંગ સત્ર બાદ Bharti Airtel ના શેરમાં લગભગ 2 ટકા વધારો નોંધાયો હતો. બીજી તરફ Tata Steel ના શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Paytmનું નવું ફીચર લોન્ચ, હવે બાળકો બેંક એકાઉન્ટ વગર પણ કરી શકશે UPI પેમેન્ટ

Back to top button