ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે જાહેર કરાયો રાજ્યવ્યાપી શોકઃ આવતીકાલે અડધા કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ

અમદાવાદઃ 15 જૂન, 2025: Vijay Rupani Death: અમદાવાદમાં 12 જૂનના દિવસે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. જોકે, હવે પૂર્વ મુખ્યમંત્રીના મૃત્યુને લઈને હવે રાજ્યસરકાર દ્વારા રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યવ્યાપી શોક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

અડધી કાઠીએ ફરકાવાશે ધ્વજ

શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સિવાય, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. મળતી માહિતી મુજબ, 16 જૂન, 2025ના દિવસે રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે તેમના અંતિમ દર્શન તથા અંતિમયાત્રાનું સંપૂર્ણ આયોજન રાજ્ય સરકારે અને પરિવારજનોએ સાથે મળીને જાહેર કર્યું છે. તેમણે પોતાના લાંબા રાજકીય કારકિર્દીમાં જે લોકપ્રિયતા મેળવી હતી, તેને ધ્યાનમાં રાખી તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ

  • સવાર11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાશે.
  • સાંજ11:30 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેહનો સ્વીકાર કરાશે.
  • ત્યારબાદ12:30 વાગ્યે દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે અને ત્યાંથી એર લિફ્ટ દ્વારા રાજકોટ લઈ જવાશે.
  • બપોરે2:00 વાગ્યે પાર્થેવ દેહ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે.

રાજકોટ શહેરમાં જાહેર રૂટ:

  • એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી પાર્થેવ દેહને ખાસ રૂટ પરથી લઈ જવાશે.
  • રૂટમાંગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ જેવા મુખ્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • સાંજે4:00 થી 5:00 દરમિયાન રાજકોટ સ્થિત નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સાંજે5:00 વાગ્યાથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
  • યાત્રા દરમિયાનનિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ અને સ્વામિનારાયણ મંદિર જેવા માર્ગો પાસેથી અંતિમયાત્રા પસાર થશે.

17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)

  • સ્થળ:રેસકોર્સ મેદાન
  • સમય:સાંજે 3:00 થી 6:00
    વિજયભાઈ રૂપાણીના ચાહકો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.

19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા (ગાંધીનગર)

  • સ્થળ:હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ
  • સમય:સવારે 9:00 થી 12:00

આ પણ વાંચોઃ અનિલ અંબાણીની ત્રીજી કંપનીએ મચાવી ધૂમ, પાવર-ઇન્ફ્રા પાછળ રહી ગઈ!

આ પણ વાંચોઃ વામિકાએ ફાધર્સ ડે પર પપ્પા વિરાટ માટે પત્ર લખ્યો, અનુષ્કાએ શેર કરી શું કહ્યું?

Back to top button