ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

શ્રીલંકાએ ગૉલ ટેસ્ટમાં ઉતાર્યા 5 સ્પિનરો, 3 વર્ષ બાદ આ ખેલાડીની વાપસી

IND vs SL: ગૉલ (Galle) માં ભારત સામેની ટેસ્ટ મેચ શરૂ થવાના 3 દિવસ પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકન સ્કવૉડની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી, પરંતુ કેટલાક મહત્વના ખેલાડીઓની ઈજાના કારણે શ્રીલંકા ક્રિકેટે આ નિર્ણય લેવામાં સમય લીધો હતો. હવે બોર્ડે ગૉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ માટે સ્કવૉડની જાહેરાત કરી દીધી છે. જેમાં 3 વર્ષ પછી નિરોશન ડિકવેલાને સ્થાન મળ્યું છે, જેઓ કુસલ મેન્ડિસની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.

શ્રીલંકાના સ્કવૉડમાં 5 સ્પિનર

શ્રીલંકા ક્રિકેટે 12 ઓગસ્ટે પોતાના સ્કવૉડની જાહેરાત કરી હતી, જેમાં પ્રભાત જયસૂર્યા સહિત 5 સ્પિનરોને પસંદ કરવામાં આવ્યા છે. આમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને વાઇસ કેપ્ટન કામિંડુ મેન્ડિસ ઓલરાઉન્ડર તરીકે પણ સામેલ છે. તો બીજી તરફ, શ્રીલંકન સિલેક્ટર્સે ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરનાર ઓપનર નિશાન મદુશ્કાને પણ તક આપી છે. મદુશ્કાએ શ્રીલંકા ક્રિકેટ ઈલેવન તરફથી રમતા બંને ઈનિંગ્સમાં અર્ધસદી ફટકારી હતી. આ સિવાય પ્રેક્ટિસ મેચમાં રમનાર સ્પિનર રમેશ મેન્ડિસ, સોનલ દિનૂષા અને કેશરા નુવંથા પણ સ્કવૉડનો હિસ્સો છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

બેટિંગની વાત કરીએ તો પથુમ નિસાંકાની ગેરહાજરીમાં નિશાન મદુશ્કાને ઓપનિંગની જવાબદારી આપવામાં આવી શકે છે. પરંતુ ફરી એકવાર શ્રીલંકન બેટિંગનો ભાર અનુભવી બેટ્સમેન દિનેશ ચંડીમલના ખભા પર રહેશે, જેઓ અગાઉ પણ ભારત સામે સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. તો બીજી તરફ, તેમની સાથે કામિંડુ મેન્ડિસ અને કેપ્ટન ધનંજય ડી સિલ્વા પાસેથી રનની અપેક્ષા રહેશે. એ જોવું પણ રસપ્રદ રહેશે કે 3 વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર ડિકવેલા માત્ર વિકેટની પાછળ જ નહીં પરંતુ વિકેટની આગળ (બેટિંગમાં) કેવું પ્રદર્શન કરે છે.

લાહિતુની ફિટનેસ પર સવાલ

એક મોટો સવાલ ફાસ્ટ બોલર લાહિતુ કુમારાની ફિટનેસને લઈને પણ છે, જેઓ પ્રેક્ટિસ મેચનો હિસ્સો હતા. જોકે તેઓ લાંબી ઈજામાંથી સાજા થઈને પરત ફર્યા છે અને આવી સ્થિતિમાં શું તેઓ 5 દિવસની ટેસ્ટ મેચ રમવા માટે યોગ્ય રીતે ફિટ છે કે નહીં, તે મહત્વનું રહેશે. સ્વાભાવિક રીતે જ સ્પિનરો બોલિંગનો વધુ ભાર ઉપાડશે, પરંતુ લાહિતુનું ફિટ રહેવું છતાં પણ જરૂરી રહેશે કારણ કે રિવર્સ સ્વિંગની સ્થિતિમાં તેમની સ્પીડ ઘાતક સાબિત થઈ શકે છે.

ગૉલ ટેસ્ટ મેચ માટે શ્રીલંકન સ્કવૉડ

ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), લાહિતુ ઉદારા, નિશાન મદુશ્કા, કામિંડુ મેન્ડિસ (વાઈસ કેપ્ટન), દિનેશ ચંડીમલ, પસિંદુ સૂરિયાબંદારા, સોનલ દિનૂષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), રમેશ મેન્ડિસ, પ્રભાત જયસૂર્યા, કેશરા નુવંથા, મિલાન રતનાયકે, અસિથા ફર્નાન્ડો, લાહિતુ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા.

આ પણ વાંચો:શુભમન ગિલ રચશે અનોખો ઈતિહાસ! રોહિત-કોહલીને પછાડી WTC માં આ રેકોર્ડ બનાવનાર બનશે પ્રથમ ભારતીય

આ પણ વાંચો:NEET પેપર લીક બાદ હવે ચાર્જશીટ પણ લીક, કોર્ટમાં ઉઠ્યો મોટો સવાલ

Back to top button