
Sports News : આજે (07 ફેબ્રુઆરી 2026) ફટાફટ ક્રિકેટના મહાકુંભ એટલે કે વિશ્વકપનો આગાઝ થનાર છે, જેમાં ટીમ ઈન્ડિયા પોતાનો પહેલી મેચ અમેરિકા સામે રમશે. જો કે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચ પહેલા જ એક માઠા સમાચાર આવ્યા છે.
ભારતીય ટીમ જીતના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તે આ વર્લ્ડ કપમાં પણ વિશ્વ વિજેતા બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે યુનાઇટેડ સ્ટેટ્સ સામે T20 World cup 2026માં તેના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચ પહેલા જ લાગ્યો મોટો ઝટકો
ભારતીનો આધારસ્તંભ ગણાતો ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે, ભારતીય ટીમ માટે મેચના પહેલા જ ટેન્શન આપતા સમાચાર આવ્યા છે. ટીમ મેનેજમેન્ટ માટે પણ ચિંતાનો વિષય છે કે બીમાર ખેલાડીના સ્થાને કોણ જવાબદારી નિભાવશે.
ફાસ્ટ બોલર બીમાર પડતા નહીં રમે મેચ
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બીમાર છે અને આ મેચમાં રમશે નહીં. વોશિંગ્ટન સુંદર પહેલેથી જ ઉપલબ્ધ નથી, જેના કારણે ભારતીય ટીમ પાસે પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી કરવા માટે ફક્ત 13 ખેલાડીઓ છે. સુંદર ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.
🚨 NO JASPRIT BUMRAH TODAY 🚨
– Bumrah is likely to miss the first game today vs USA due to viral fever. [Devendra Pandey]
Mohammed Siraj is likely to play today and Ishan Kishan is set to open. pic.twitter.com/4wmyg1nuAw
— Johns. (@CricCrazyJohns) February 7, 2026
બુમરાહના સ્થાને આ ખેલાડીને તક મળી શકે
ભારતીય ટીમ (Team India)ના ફાસ્ટ બોલર બુમરાહને વાયરલ ફીવર હોવાથી ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવાનો નિર્ણય કર્યો અને તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં USA સામે રમશે નહીં. બુમરાહ મેચના એક દિવસ પહેલા મેદાન પર આવ્યો હતો પરંતુ પ્રેક્ટિશ કરી ન હતી. જો બુમરાહ નહીં રમે, તો મોહમ્મદ સિરાજને મેચ રમવાની તક મળી શકે છે .
ઈશાન કિશન પર બેટિંગનો ભાર રહેશે
નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન 4 ફેબ્રુઆરીએ ઘૂંટણની ઇજાને કારણે ઝડપી બોલર હર્ષિત રાણા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ શુક્રવારે (06 ફેબ્રઆરી 2026) જ સિરાજને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સંજુ સેમસન ફોર્મમાં ન હોવાથી, ભારતીય ટીમ ઈશાન કિશન પર ઉપર સારું પ્રદર્શન કરવા માટે આધાર રાખી રહી છે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો : BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બહુ મોટા ફેરફાર કર્યા











