ટ્રેન્ડિંગમનોરંજન

Son of Sardaar 2: દર્શકોને અજય દેવગણની દેશી કોમેડી ગમી, રવિ કિશનનો અંદાજ ખૂબ પસંદ પડ્યો

  • 2012ની હિટ ફિલ્મ સન ઓફ સરદારની આ સિક્વલનું દિગ્દર્શન વિજય કુમાર અરોરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશી કોમેડી, ભાવનાઓ અને પંજાબી મજાથી ભરપૂર છે

HD ન્યુઝ ડેસ્કઃ અજય દેવગણ ફરી એકવાર પોતાની પંજાબી કોમેડી સ્ટાઈલમાં મોટા પડદા પર પાછો ફર્યો છે. સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ Son of Sardaar 2 પહેલી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે. દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ જબરદસ્ત છે.

2012ની હિટ ફિલ્મ સન ઓફ સરદારની આ સિક્વલનું દિગ્દર્શન વિજય કુમાર અરોરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશી કોમેડી, ભાવનાઓ અને પંજાબી મજાથી ભરપૂર છે. પહેલા દિવસનો ફર્સ્ટ શો જોનારા દર્શકોએ સોશિયલ મીડિયા પર તેનો રિવ્યુ કેવી રીતે આપ્યો તે જાણો.

આ વખતે જસ્સી દિલની લડાઈ લડશે

અજય દેવગન ફરી એકવાર જસ્સી રંધાવાના રોલમાં જોવા મળે છે, પરંતુ આ વખતે વાર્તામાં એક વળાંક છે. જસ્સી પોતાનો પ્રેમ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સફરમાં તેની સાથે મૃણાલ ઠાકુર પણ છે, જે ‘રાબિયા’નું પાત્ર ભજવી રહી છે. અજય સાથે મૃણાલની આ પહેલી ફિલ્મ છે અને ચાહકો બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે.

મજેદાર સપોર્ટિંગ કાસ્ટ, રમુજી દ્રશ્યો

રવિ કિશન ‘રાજા’ ની ભૂમિકામાં પોતાના કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલ જીતી લે છે. નીરુ બાજવા (ડિમ્પલ), દીપક ડોબરિયાલ (ગુલ), કુબ્રા સૈત (મેવિશ) અને ચંકી પાંડે (દાનિશ) જેવા કલાકારો ફિલ્મમાં જીવંતતા લાવે છે. શરત સક્સેના, મુકેશ દેવ, વિંદુ દારા સિંહ, સંજય મિશ્રા, અશ્વિની કાલસેકર અને ડોલી આહલુવાલિયા જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મને મજબૂત બનાવે છે.

X પર ચાહકોની પ્રતિક્રિયા

ફિલ્મની રિલીઝ સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયો છે. એક યુઝરે Xપર લખ્યું, “એક ખૂબ જ દેશી કોમેડી, ફેમિલી ડ્રામાથી ભરપૂર અને અજય દેવગનની શાનદાર હાજરી. મૃણાલ ઠાકુરનો અભિનય પણ શાનદાર છે. કેટલાક દ્રશ્યો થોડા લાંબા લાગ્યા, પરંતુ એકંદરે તે એક મજેદાર ફિલ્મ છે. જોવી જ જોઈએ.”

આ પણ વાંચોઃ હવે Instagram પર બધા નહિ કરી શકે લાઈવ સ્ટ્રીમ, જાણો કોણે મળ્યો અધિકાર?

Back to top button