અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલની બહાર પુત્રનું અવસાન, માતા ઘાયલ, પરિવારમાં શોક

અમદાવાદ, 13 જૂન 2025: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ઘણા ઘરોના દિપક બુઝાઈ ગયા છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના નિધન થયા હોવાની પુષ્ટિ થઈ છે. મુસાફરો ઉપરાંત, એરપોર્ટથી થોડે દૂર એક હોસ્ટેલની બહાર ચા વેચતા એક માતા અને પુત્ર પણ આ અકસ્માતમાં ફસાઈ ગયા હતા. આમાં ૧૪ વર્ષના બાળકનું અવસાન થયુ છે.

ગુરુવારે વિમાન ઉડાન ભરતાની સાથે જ, તે હોસ્પિટલના હોસ્ટેલ સાથે અથડાયું અને થોડીવારમાં જ ભયંકર આગ ફાટી નીકળી હતી. તે જ સમયે, હોસ્ટેલની નજીક રહેતો આકાશ તેમાં ફસાઈ ગયો અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતુ. તેની માતા પોતાના પુત્રને બચાવવા દોડી ગઈ હતી, પરંતુ તે પણ વિમાનનો કાટમાળ પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં, માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પીડાદાયક અકસ્માત બાદ પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે.

મૃતક આકાશનો મોટો ભાઈ કલ્પિશ સતત રડી રહ્યો છે અને કહે છે કે, “અમને ન તો અમારી માતાને મળવા દેવામાં આવી રહ્યા છે અને ન તો અમને અમારા નાના ભાઈ આકાશનું છેલ્લી વખત મોઢું જોવા દેવામાં આવી રહ્યુ છે.” સમાચાર એજન્સી IANS સાથે વાત કરતા કલ્પિશે કહ્યું, “મને મારા મોટા ભાઈનો ફોન આવ્યો, પછી મને મારા પરિવાર વિશે માહિતી મળી હતી.” રડતા કલ્પિશે કહ્યું, “મને મારા ભાઈને મળવા દેવામાં આવી રહ્યા નથી. માતા હવે ઠીક છે.”

ગુરુવારે અમદાવાદમાં એક દુ:ખદ અકસ્માત થયો. એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદથી લંડન માટે રવાના થઈ હતી, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. ટેક-ઓફ થયાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતુ. અમદાવાદ એરપોર્ટથી થોડે દૂર હોસ્પિટલના હોસ્ટેલ સાથે વિમાન અથડાયું અને તેમાં આગ લાગી ગઈ હતી. મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. અન્ય મૃતકોમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને પ્લેન ક્રેશ પર પોસ્ટ કરી, યુઝર્સે કહ્યું- ‘તમે 24 કલાક મોડા છો ભાઈ’

Back to top button