ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રોહિત નહીં… તો કોણ હતું પહેલું ‘હિટમેન’? આ કહાણી તમને ચોંકાવી દેશે

Rohit Sharma: ક્રિકેટમાં જ્યારે બોલ સ્ટેન્ડ્સમાં જાય છે ત્યારે સ્ટેડિયમ ગાજી ઉઠે છે. આજના ટી-20 યુગમાં છગ્ગા ફટકારવા એ સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે પાવરપ્લે કે નાના મેદાન નહોતા, ત્યારે પણ એક એવો બેટ્સમેન હતો જેણે મેદાનમાં સિક્સરનો વરસાદ કર્યો હતો? આપણે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી આર્થર વેલાર્ડની, જેમણે આજથી દાયકાઓ પહેલા પાવર હિટિંગનો પાયો નાખ્યો હતો.

રોહિત શર્મા: આધુનિક ક્રિકેટનો ‘સિક્સર મશીન’

વર્તમાન સમયમાં રોહિત શર્મા ઉર્ફે ‘હિટમેન’ છગ્ગા ફટકારવાની કળામાં ટોચ પર છે. રોહિતે 508 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 650 છગ્ગા ફટકારીને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેણે ક્રિસ ગેલ (553) અને શાહિદ આફ્રિદી (476) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

આર્થર વેલાર્ડ: તે જમાનાના અસલી ‘સિક્સ હીટર’

8 એપ્રિલ 1902ના રોજ જન્મેલા આર્થર વેલાર્ડ 1930ના દાયકામાં મનોરંજક ક્રિકેટની ઝલક બતાવી હતી. ભલે તેમની બેટિંગ એવરેજ માત્ર 19 રહી હોય, પરંતુ તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ છગ્ગા ફટકાર્યા હતા. તે સમયે છગ્ગા મારવા અત્યંત જોખમી માનવામાં આવતું હતું.

એક ઓવરમાં 5 છગ્ગા… બે વાર!

ઐતિહાસિક પળ: 24 ઓગસ્ટ 1938ના રોજ સમરસેટ તરફથી રમતા વેલાર્ડે ફ્રેન્ક વૂલીની એક ઓવરમાં 5 છગ્ગા જડી દીધા હતા.

તેમણે પોતાના કરિયરમાં બે વાર એક ઓવરમાં 5 સિક્સ ફટકારવાનો પરાક્રમ કર્યો હતો, જે રેકોર્ડ લગભગ 30 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. બાદમાં 1968માં ગેરી સોબર્સે એક ઓવરમાં 6 સિક્સ ફટકારીને આ ઈતિહાસ બદલ્યો હતો.

દાયકાઓ સુધી ટકેલા રેકોર્ડ્સ

1935ની સીઝનમાં વેલાર્ડે 72 સિક્સર ફટકારી હતી, જે રેકોર્ડ 50 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. એક સીઝનમાં 50+ છગ્ગા મારવાનું કારનામું તેમણે ચાર વાર કર્યું હતું. છેવટે 1985માં ઈયાન બોથમે 80 સિક્સર ફટકારીને તેમનો રેકોર્ડ તોડ્યો હતો.

માત્ર બેટ્સમેન નહીં, ઘાતક ઓલરાઉન્ડર

વેલાર્ડ માત્ર બેટિંગ જ નહીં, બોલિંગમાં પણ નિષ્ણાત હતા. તેમણે 417 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 1600થી વધુ વિકેટ ઝડપી હતી. જોકે ઈંગ્લેન્ડ માટે તેમને માત્ર 2 ટેસ્ટ રમવાની તક મળી હતી. 31 ડિસેમ્બર 1980ના રોજ 78 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, પરંતુ ક્રિકેટમાં ‘પાવર હિટિંગ’ના વારસામાં તેમનું નામ હંમેશા ચમકતું રહેશે.

આ પણ વાંચોઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બાળકોની કલાત્મક અર્પણાંજલિ

આ પણ વાંચોઃ Weather : ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગની આગ ઝરતી આગાહી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button