
Vadodara News: રાજ્યમાં દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ વડોદા શહેરના માંજલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી આરોપી દ્વારા તેનો અશ્લીલ વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. દુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
માંજલપુર વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં બહેનપણીના ભાઈએ જ સગીરા પર દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ આ વિડીયો અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ગુ્સ્સે ભરાયેલા લોકોએ મોટી સંખ્યામાં માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપી યુવકની અટકાયત કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. જે દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો. વિડીયો આરોપીએ પોતાના મિત્રને બતાવ્યો હતો. વિડીયોમાં દેખાતી બાળકીને જોઈ મિત્રને ખ્યાલ આવ્યો કે, આ તો તેના મિત્રની બહેન છે. જેથી તેણે સમગ્ર ઘટનાની જાણ સગીરાના ભાઈને કરી હતી. મામલો બહાર આવતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહેંચ્યા હતા. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો છે. પોલીસે આ મામલે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયલ હુમલો નિષ્ફળ ગયો? IAEAએ આપી મહત્વની જાણકારી












