સિદ્ધૂએ શાહરૂખને કહ્યું હતું, એ લોકો તને બ્રેકફાસ્ટમાં સોસની જેમ ખાઈ જશે!

- નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, “શાહરુખે કહ્યું, સર, હું તમારો મોટો ફેન છું.’ મેં એમ પણ કહ્યું, ‘અમે તને ફૌજી અને સર્કસમાં જોવા માટે રોજ ટીવી ચાલુ કરીએ છીએ.’
HD ન્યુઝ ડેસ્કઃ ‘શું તારી બુદ્ધિ બગડી ગઈ છે?’ આ વાક્ય શાહરૂખ ખાનને ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ અભિનય તરફ આગળ વધતાં પહેલા કહ્યું હતું. નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે ફિલ્મોમાં આવતા પહેલા પણ શાહરૂખ ખાનને વિશ્વાસ હતો કે તે એક દિવસ સુપરસ્ટાર બનશે.
નવજોત સિંહ સિદ્ધુએ યુટ્યુબ ચેનલ મેજિક મોમેન્ટ્સને કહ્યું, “શાહરુખે કહ્યું, સર, હું તમારો મોટો ફેન છું.’ મેં એમ પણ કહ્યું, ‘અમે તને ફૌજી અને સર્કસમાં જોવા માટે રોજ ટીવી ચાલુ કરીએ છીએ.’ પછી કપિલ દેવે મને પૂછ્યું કે આ છોકરો કોણ છે, તો મેં કહ્યું, ‘તે આગામી સુપરસ્ટાર છે.’
આ પછી સિદ્ધુએ શાહરુખને પૂછ્યું કે તેની ભવિષ્યની યોજનાઓ શું છે, તો શાહરુખે કહ્યું કે તે ફિલ્મો કરવા મુંબઈ જઈ રહ્યો છે. આના પર સિદ્ધુએ તેને કહ્યું, “શું તારી બુદ્ધિ બગડી ગઈ છે? તેં હમણાં જ કહ્યું કે તારું ત્યાં કોઈ નથી, કોઈ ગોડફાધર નથી, કોઈ માતા-પિતા નથી. ત્યાંના લોકો તને બ્રેકફાસ્ટમાં સોસની જેમ ખાઈ જશે.”
સિદ્ધુએ કહ્યું, “શાહરૂખે તે સમયે આપેલો જવાબ મને હજુ પણ યાદ છે. શાહરુખે કહ્યું, ‘સિદ્ધુ સાહેબ, હું કોઈની સાથે સ્પર્ધા કરતો નથી. હું ખુદ મારો હરીફ છું.'” સિદ્ધુએ કહ્યું કે શાહરૂખ આજે પણ એટલો જ નમ્ર છે. અભિષેક બચ્ચને એક વાર કહ્યું હતું કે, “શાહરુખ એકમાત્ર એવો વ્યક્તિ છે જેને કોઈનાથી ઈનસિક્યોરિટી નથી.”
આ પણ વાંચોઃ અનન્યા પાંડેના ભાઈનું બોલિવૂડ ડેબ્યૂ: ફિલ્મનું ટીઝર મચાવી રહ્યું છે ધૂમ












