ઓપરેશન POKટ્રેન્ડિંગમનોરંજન

શ્રેયા ઘોષાલની મુંબઈ કોન્સર્ટ પોસ્ટપોન્ડ, કહ્યું, આ સમય દેશ સાથે ઊભા રહેવાનો

  • આ શો 10 મે 2025ના રોજ જિયો વર્લ્ડ ગાર્ડન, મુંબઈ બીકેસી ખાતે યોજાવાનો હતો અને તે તેની ‘ઓલ હાર્ટ્સ ટૂર’નો એક ભાગ હતો

10 મે, 2025, મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલના તણાવની અસર હવે મનોરંજન ઉદ્યોગ પર પણ થવા લાગી છે. આ કારણે પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે મુંબઈમાં યોજાનારા તેના આગામી મ્યુઝિકલ કોન્સર્ટને Shreya Ghoshal’s Mumbai concert મુલતવી રાખ્યો છે. આ શો 10 મે 2025ના રોજ જિયો વર્લ્ડ ગાર્ડન, મુંબઈ બીકેસી ખાતે યોજાવાનો હતો અને તે તેની ‘ઓલ હાર્ટ્સ ટૂર’નો એક ભાગ હતો. સિંગરે સોશિયલ મીડિયા પર પોતાના સૌથી રાહ જોવાતા મુંબઈ કોન્સર્ટને હાલ પૂરતું મુલતવી રાખવાની માહિતી આપી છે.

કોન્સર્ટ મુલતવી રાખ્યા પછી શ્રેયા ભાવુક થઈ

શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક નોટ શેર કરી અને કોન્સર્ટ વિશે જણાવ્યું છે. તેણે લખ્યું, “મારા પ્રિય ચાહકો, ભારે હૃદયથી, હું તમને જણાવવા માંગુ છું કે આપણા દેશમાં ચાલી રહેલી ઘટનાઓને કારણે મુંબઈમાં કોન્સર્ટ મુલતવી રાખવામાં આવી રહ્યો છે. એક કલાકાર અને નાગરિક તરીકે, મને આ સમયે રાષ્ટ્રની સાથે ઊભા રહેવાની જવાબદારી લાગે છે.

 

નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

શ્રેયા ઘોષાલે તેના ચાહકોને ખાતરી આપી કે શો રદ કરવામાં આવ્યો નથી, તે ફક્ત મુલતવી રાખવામાં આવ્યો છે. તેમણે વચન આપ્યું હતું કે શોની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પહેલેથી ખરીદેલી બધી ટિકિટો માન્ય રહેશે. તેમણે આગળ લખ્યું, આપણે ટૂંક સમયમાં ફરી મળીશું, પહેલા કરતાં વધુ તાકાત અને એકતા સાથે. તેમણે ઉમેર્યું કે શોના ટિકિટિંગ પાર્ટનર BookMyShow બધા ટિકિટ ધારકોને નવા અપડેટ્સ અને માર્ગદર્શિકા મોકલશે.

આ પણ વાંચોઃ Miss World 2025 કેન્સલ થશે? ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે BRS નેતાએ તેલંગાણા સરકાર પાસે કરી માંગ

Back to top button